Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

સુરતના ડિંડોલીમાં કેબલ માલિકની પુત્રીની પજવણી કરતા શખ્શને ટપારતા ટેક્નિશિયન પર ત્રણ શખ્શોનો જીવલેણ હુમલો

સુરતના ડીંડોલી વિસ્તારમાં કેલબ માલિકની પુત્રીને પજવતાં એક શખ્સને માલિક અને તેનો ટેક્નિશિયન સમજાવવા માટે ગયા હતાં.સમજાવટ નિષ્ફળ રહ્યાં બાદ ઘર તરફ આવેલા ટેક્નિશિયન ઉપર યુવતીની પજવણી કરતાં યુવક અને તેના બે સાથીઓએ તલવાર, કોયતા સહિતના  હથિયારો સાથે જીવલેણ હુમલો કર્યો હતો. લોહી લુહાણ હાલતમાં ટેક્નિશિયનને સારવાર માટે લોકોએ સ્મિમેર હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

   અંગેની વિગત મુજબ ડીંડોલી વિસ્તારમાં આવેલી શ્રી રેસિડેન્સીમાં રહેતો અને કેબલ ટેક્નિશિયન હરીશંકર સિંગ મૂળ યુપીના અલ્હાબાદનો રહેવાસી છે. જે કેબલના માલિકને ત્યાં કામ કરતો હતો તેની દીકરીને અમન વિજય ત્રિપાઠી નામનો દારૂની ખેપ મારતો શખ્સ પરેશાન કરતો હતો. જેથી હરીશંકર તેના માલિક સાથે અમનના ઘરે સમજાવટ માટે ગયા હતાં.

અમનની માતાએ દીકરાનો બચાવ કરી કપડા ફાડીને પોલીસ સ્ટેશને જતી રહી હતી. બાદમાં હરીશંકર અને તેના માલિક પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં. સમજાવટનો મામલો નિષ્ફળ રહેતાં આખરે હરીશંકર પોતાના ઘર તરફ શ્રી રેસિડેન્સી આવ્યો. દરમિયાન તેના ઉપર અમન અને તેના બે સાથીઓએ તલવાર સહિતના હથિયારોના ઘા ઝીંકી સોસાયટીના ગેટ પાસે જ લોહીલુહાણ હાલતમાં હરીશંકરને મુકી નાસી ગયા હતાં.

સોસાયટીના ગેટ પાસે લોહીલુહાણ હાલતમાં પડેલા હરીશંકરને સ્થાનિકો સારવાર માટે સ્મિમેર હોસ્પિટલ લઈ ગયા હતાં. જ્યાં હરીશંકરને માથાનાભાગે તલવારના ઘા વાગતાં ટાંકા આવ્યાં છે. અનેહાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. ડીંડોલી પોલીસે સમગ્ર મુદ્દે વધુ તપાસ શરૂ કરી છે.

(7:36 pm IST)