Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

પાલનપુરના નવા માર્કેટ યાર્ડમાં કાકાની હત્યા કરી મોતનેઘાટ ઉતારનાર ભત્રીજાને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

ડીસા:પાલનપુરમાં નવા માર્કેટયાર્ડની પેઢીમાં વર્ષ ૨૦૧૫માં મિલકત અને પેઢીના ઝઘડામાં બેઝબોલની સ્ટીકના ફટકા મારી ભત્રીજાએ કાકાની હત્યા કરી હતી અને તે બાદ હત્યારા ભત્રીજાએ સેલફોસની ગોળીઓ ખાઈ આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે આ કેસમાં કોર્ટે  હત્યારા ભત્રીજાને આજીવન કેદની સજા ફટકારી પાલનપુર નવા માર્કેટયાર્ડ ખાતે મુકેશકુમાર નરસિંહભાઈ પટેલ (લક્ષ્મીપુરા)ની જનરલ મરચન્ટ એન્ડ કમિશન એજન્ટની પેઢી આવેલી છે.

આ પેઢીના ભાગીદાર કરશનભાઈ ચેલાભાઈ પટેલ (ઉ.વ.૪૫) વર્ષ ૨૦૧૫ના એક શનિવારે સવારે ૧૧:૦૦ કલાકના સુમારે પેઢીમાં બેઠા હતા ત્યારે મોટરસાયકલ લઈને તેમનો ભત્રીજો રાજેશકુમાર શામળબાઈ પટેલ તેમના ઘરે પહોંચ્યો અને પેઢી તેમજ મિલકતના ઝઘડામાં ઉશ્કેરાઈ જઈ ખુરશીમાં બેઠેલા કરશનભાઈના માથામાં બેઝબોલની સ્ટીકના ઉપરા છાપરી ઘા ઝીંકી દીધા હતા.

હૂમલામાં પીડિત વહેપારીની ખોપરી ફાટીગઈ હતી અને લોહીનું ખાબોચીયું ભરાઈ ગયું હતું. જ્યાં કરશનભાઈનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ ઘટનાને અંજામ આપ્યા બાદ રાજેશકુમારે સેલફોસની ગોળીઓ ગટગટાવી દીધી હતી. દરમિયાન આ અંગેની જાણ થતાં આજુબાજુના વેપારીઓનુ ટોળુ એકત્ર થઈ ગયું હતું અને પોલીસને જાણ કરવામાં આવતા પૂર્વ પોલીસ મથકના પીઆઈ જે.ડી.મેવાડા સ્ટાફ સાથે દોડી આવ્યા હતા. જેમણે રાજેશકુમારને ૧૦૮ વાન દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા.

(6:05 pm IST)