Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

સુરતના અડાજણ હનીપાર્ક ચાર રસ્તા નજીક પેટીએમ કેવાયસી કરી આપવાના બહાને અડાજણની મહિલાના ખાતામાંથી ભેજાબાજે 49900 ઉપાડી લેતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરના અડાજણ હનીપાર્ક ચાર રસ્તા સ્થિત રાધે ઢોકળા નજીક દર્શન પાર્ક સોસાયટીમાં રહેતી અને ઓનલાઇન કપડાનો વ્યાપાર કરતી ઉષાકુમારી પરમાનંદ સોની (મૂળ રહે. હીમા એપાર્ટમેન્ટબરક્તપુરાહૈદ્નાબાદ) એ ધંધાકીય હેતુથી પોતાના મોબાઇલ નંબરથી પેટીએમ અને ગુગલ પે પર એકાઉન્ટ ખોલાવ્યું છે. એક મહિના અગાઉ ઉષાના મોબાઇલ પર મેસેજ આવ્યો હતો કે તમારૃ પેટીએમ કે.વાય.સી સસ્પેન્ડ થવાનું છે અને ઓનલાઇન અપડેટ કરાવવા માટે મોબાઇલ નં. 7908555054 પર સંર્પક કરવા જણાવ્યું હતું. જેથી ઉષાએ આ નંબર પર સંર્પક કરતા ફોન રિસીવ કરનારે પોતે પેટીએમ કે.વાય.સી ઓફિસર બોલ રહા હુંઆપકા કે.વાય.સી સસ્પેન્ડ હો રહા હે તો ઓનલાઇન અપડેટ કરના પડેગા. એમ કહી ક્વીક સ્પોર્ટ ટીમ વ્યુઅર નામની એપ્લીકેશન મોબાઇલમાં ડાઉનલોડ કરાવી હતી. ત્યાર બાદ ભેજાબાજે આધારકાર્ડ નંબર મેળવી કે.વાય.સી અપડેટ માટે ફી પેટે 1 રૃપિયા પેટીએમ વોલેટથી ટ્રાન્સફર કરવા કહ્યું હતું. જેથી ઉષાએ હૈદ્નાબાદની આઇડીબીઆઇ બેંક શાખાના ડેબિટ કાર્ડથી ફી પેટે 1 રૃપિયા ટ્રાન્સફર કર્યો હતો. ત્યાર બાદ અચાનક જ ઉષાના બેંક એકાઉન્ટમાંથી ભેજાબાજે મોબીક્વીક નામના વોલેટમાં પ્રથમ રૃા. 40 હજાર અને ત્યાર બાદ રૃા. 9900 ની મત્તા ઓનલાઇન ટ્રાન્સફર કરી લીધી હતી. જેથી આ અંગે ઉષા સોનીએ આજ રોજ અડાજણ પોલીસ મથકમાં ઉપરોક્ત મોબાઇલ નંબર ધારક વિરૃધ્ધ આઇટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. 

(6:00 pm IST)