Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

સુરતમાં કોઝવે સર્કલ નજીક સામે રીક્ષા ઉભી રાખવા બાબતે ચાલકને માર મારી ચપ્પુથી હુમલો કરી હત્યાનો પ્રયાસ કરનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ: એકની ધરપકડ

સુરત: શહેરમાં રાંદેર વિયર કમ ક્રોઝવે નજીક મિત્ર સાથે ઉછીના આપેલા પૈસા લેવા જનાર રીક્ષા ચાલકને તે કેમ મારી સામે રીક્ષા ઉભી રાખી એમ કહી રીક્ષા ચાલક અને તેના મિત્ર પર ચપ્પુ વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કરનારની રાંદેર પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમરોલી-ગણેશપુરા નજીક અંબિકાનગરમાં રહેતો રીક્ષા ચાલક જીતેન્દ્ર ઉર્ફે મામા રામલખન સીંગ સાથે એક મહિના અગાઉ મિત્ર ભરત ગોવિંદ સિંઘે સાથે રાંદેર વિયર કમ ક્રોઝવે સર્કલ નજીક રહેતા સલીમ શફીભાઇ બરફવાલાને ભરતે ઉછીના આપેલા રૃા. 10 હજાર લેવા માટે રીક્ષામાં ગયા હતા. દરમ્યાનમાં રાંદેર ક્રોઝવે સર્કલ નજીક ઇંટના ભઠ્ઠા પાસે સલીમ બરફવાલા નજરે પડતા જીતેન્દ્રએ તેની સામે રીક્ષા ઉભી રાખી હતી. જેથી સલીમ ઉશકેરાય ગયો હતો અને તે મારી સામે કેમ રીક્ષા ઉભી રાખી એમ કહી જીતેન્દ્ર સાથે ઝઘડો શરૃ કર્યો હતો. જેને ભરતે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ અરસામાં જ નજીકમાં ઉભેલા સલીમના અન્ય ત્રણથી ચાર મિત્રો દોડી આવ્યા હતા અને જીતેન્દ્ર અને ભરતને માર મારી ચપ્પુ વડે હુમલો કરી જીતેન્દ્રને પેટના ડાબા ભાગે ગંભીર ઇજા પહોંચાડી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં જે તે વખતે પોલીસે મોહમદ સલીમ શફી બરફવાલા (રહે. રાજીવનગર ઝુંપડપટ્ટી ઇંટના ભઠ્ઠાની બાજુમાંરાંદેર ક્રોઝવે સર્કલ નજીક) ની ધરપકડ કરી હતી. જયારે ભાગતા ફરતા સલીમના મિત્ર સઇદ ઉર્ફે બલ્લુ અબ્દુલ કાદર શેખ (રહે. આઇમાની તકીયા દરગાહ કમ્પાઉન્ડઆમલીપુરારાંદેર) ને ગત મોડી રાત્રે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. 

(5:59 pm IST)