Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

મધ્ય ગુજરાતમાં દારૂનું મોટું નેટર્વક ધરાવનાર વડોદરાના નામચીન લાલુ સીંધીના અડ્ડા પર ક્રાઇમ બ્રાન્ચના દરોડા:4.90 લાખની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પોલીસે 10 સાગરીતોની ધરપકડ કરી

વડોદરા:મધ્ય ગુજરાતમાં દારૃનું મોટું નેટવર્ક ધરાવતા વડોદરાના નામચીન લાલુ સિન્ધીના દારૃના મોટા જથ્થાનું કટિંગ ચાલતું હતું તે જ વખતે ક્રાઇમ બ્રાન્ચે છાપો મારતાં રૃા.૪.૯૦ લાખની કિંમતના દારૃનું કટિંગ કરતા લાલુ સિન્ધીના ૧૦ સાગરીતોને પોલીસે ઝડપી પાડી છ વાહનો સાથે કુલ રૃા.૨૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

મકરપુરા જીઆઇડીસીમાં બાયોટોર કંપની પાસે અવલ એન્જિનિયરિંગ સામે દારૃનું કટિંગ થઇ રહ્યું હોવાની વિગતોના પગલે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જયદિપસિંહ જાડેજાની સૂચના મુજબ ટીમે છાપો માર્યો હતો.પોલીસને જોતાં નાસભાગ મચી હતી.પરંતુ સ્થળ પરથી મોટા ભાગના લોકો પકડાઇ ગયા હતા.

(5:57 pm IST)