Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ઓફીસ માત્ર અરજન્ટ કામગીરી હાથ ધરશે

કોઈપણ ધારાશાસ્ત્રી કે પક્ષકારોએ બાર કાઉન્સીલની ઓફીસે ન આવવુ

અમદાવાદ : ગુજરાતના ૭૫ હજાર ઉપરાંત ધારાશાસ્ત્રીઓ અને ગુજરાત રાજયના ૨૬૦ ઉપરાંત બાર એસોસીએશનની સાથે સંકળાયેલી ધારાશાસ્ત્રીઓની માતૃ સંસ્થા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં ધારાશાસ્ત્રીઓની નોંધણી, વેલ્ફેર સહાય, પ્રવર્તમાન વેરીફીકેશન સહિતની મહત્વની કામગીરી કરવામાં આવતી હોય છે.

વર્તમાન સંજોગોમાં કોરોના વાયરસના કારણે ગુજરાત રાજયની ગુજરાત હાઈકોર્ટ તેમજ રાજય સરકાર દ્વારા એડવાઈઝરી બહાર પાડવામાં આવેલ છે. તેને અનુલક્ષીને બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા તાકીદે એકિઝકયુટીવ કમીટીની મીટીંગ બોલાવવામાં આવેલ અને ૨૧ થી ૩૧ સુધી બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની અરજન્ટ કામગીરી સિવાયની કામગીરી સર્વાનુમતે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે.

કોઈપણ ધારાશાસ્ત્રી કે લાગતા - વળગતા પક્ષકારોએ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ઓફીસે ન આવવા અપીલ કરવામાં આવેલ છે. તેમજ બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા પોતાના તમામ સ્ટાફ માટે સુરક્ષાના ભાગરૂપે સેનેટાઈઝર અને માસ્ક પહેરીને કામગીરી કરવા માટે નિર્ણય કરવામાં આવેલ છે. બાર કાઉન્સીલ ઓફ ગુજરાત જરુર પડે તે મુજબના સંજોગો અનુસાર આગળની કાર્યવાહી કરવા માટે કટીબદ્ધ રહેશે તેવુ બાર કાઉન્સીલ ઓફ ગુજરાત એક અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.

(4:45 pm IST)