Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

સુરતના સરથાણામાં નકલી ગુટખા બનાવવાના રેકેટનો પર્દાફાશ : ત્રણ આરોપીઓની ધરપકડ

વિમલ બ્રાન્ડનો ગેરકાયદેસર ઉપયોગ કરીને માર્કેટમાં બનાવટી ગુટખાનું વેચાણ કરતા હતા

 

સુરતના સરથાણા વિસ્તારમાંથીનકલી ગુટખા બનાવવાના રેકેટનો પર્દાફાશ કરાયો છે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને લાખોની મશીનરી, ગુટખા માટે વપરાતો રોલ સહિત ગુટખાનો જથ્થો ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

   આરોપીઓ વિમલ બ્રાન્ડનો ગેરકાયદેસર ઉપયોગ કરીને માર્કેટમાં બનાવટી ગુટખાનું વેચાણ કરતા હતા. રેકેટનો પર્દાફાશ બાતમીના આધારે કરવામાં આવ્યો છે. બુધવારની રાત્રે ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. બાતમીના આધારે લસકાણા વિસ્તારમાં આવેલી ડાયમંડનગર ઈન્ડ્રસ્ટ્રીયલમાં રેડ પાડીને 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા

   પોલીસના હાથે ઝડપાયેલા ઈસમો છેલ્લા કેટલાક સમયથી ડુપ્લિકેટ ગુટખા બનાવતા હત. ગુટખા માટે સામાન ક્યાંથી લાવી શહેરમાં ક્યા ક્યા વિસ્તારોમાં સપ્લાઈ કરતા હતા, જેવી વિગતો મેળવવા પોલીસે ગુરૂવારે તમામ આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે

(12:01 am IST)