Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

ગાંધીનગરથી લોકસભાની ચૂંટણીના ઉમેદવાર અમિત શાહનું અભિવાદન કરતા મુખ્યમંત્રી રૂપાણી અને ગુજરાત ભાજપના અગ્રણી નેતાઓ

ગાંધીનગર : ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કરવા બદલ સમગ્ર ગુજરાત રાજ્યમાં આનંદ અને ઉલ્લહાસ ની લાગણી ફેલાઈ ગઈ છે, સમગ્ર રાજ્યમાં ઉજવણી થઇ રહી છે.

આ પ્રસંગે દિલ્હી ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહને અભિનંદન પાઠવતા અને અભિવાદન કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને ગુજરાત ભાજપના અગ્રણી નેતાઓ.

(11:39 pm IST)