Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

ગાંધીનગરના પેથાપુરમાં એટીએમ તોડવાનો પ્રયાસ કરનાર નરાધમ પોલીસના સકંજામાં

ગાંધીનગર: શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ઘરફોડ ચોરીના બનાવો વધી રહયા છે ત્યારે શહેર નજીક આવેલા પેથાપુરમાં બેંક ઓફ ઈન્ડિયાનું એટીએમ તોડવાની કોઈ યુવાન કોશિષ કરતો હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે આ યુવાનને ઝડપી લેવામાં આવ્યો હતો. મુળ બીહારી આ યુવાન પાસેથી એક ડીસમીસ પક્કડ સહિતનો સામાન પણ કબ્જે કરવામાં આવ્યો હતો. જેણે ત્રણ દિવસ અગાઉ સે-ર૪માં પણ એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. 

ગાંધીનગર શહેરમાં ઘરફોડ ચોરીના બનાવો સતત વધી રહયા છે અને આસપાસના વિસ્તારોને પણ હાલ તસ્કરો ટાર્ગેટ કરી રહયા છે ત્યારે બેંક લૂંટની ઘટના પણ તાજેતરમાં જ બની છે ત્યારે પોલીસ દ્વારા બેંકના સંચાલકોને એટીએમ બહાર સિક્યોરીટી ગાર્ડ રાખવા માટે પણ તાકીદ કરવામાં આવી છે. જો કે સિક્યોરીટી ગાર્ડ વગરના એટીએમ હાલ તસ્કરોના સોફટ ટાર્ગેટ ઉપર રહેલા છે. ત્યારે આવી સ્થિતિમાં ત્રણ દિવસ અગાઉ શહેરના સે-ર૪ની આઈસીઆઈસીઆઈ બેંકનું એટીએમ તોડવાનો પ્રયાસ થયો હતો.

(2:31 pm IST)