Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

ડિટેઇન કરેલ રીક્ષા છોડાવવા લાંચ લેતા અમદાવાદી કોન્સ્ટેબલ રંગે હાથે ઝડપાયો

અમદાવાદ:પોલીસ ખાતામાં દિન પ્રતિદિન ભ્રષ્ટાચાર વધી ગયો છે. ડિટેઇન કરેલી રિક્ષા છોડાવવા માટે કોન્સ્ટેબલે રૃપિયાની માંગણી કરી હતી. એસીબીએ છટકું ગોઠવીને ટ્રાફિક કોન્સ્ટેબલને રૂ. ૮૦૦ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયો હતો.

આ કેસની વિગત એવી છે પોલીસે ટ્રાફિક નિયમના ભંગ બદલ પોલીસે રિક્ષા ટિટેઇન કરી હતી. આ રિક્ષા કોર્ટમાંથી છોડાવવા માટે ઇ ટ્રાફિક પોલીસ સ્ટેશનના હે.કો. મહાશંકરભાઇ દેવજીભાઇ જાનીએ રિક્ષા ચાલક પાસે રૂ. ૮૦૦ની માંગણી કરી હતી. આ બદલની ફરિયાદ આધારે એસીબીએ છટકું ગોઠવીને કોન્સ્ટેબલને લાંચ લેતા ઝડપી પાડયો હતો.

(2:30 pm IST)