Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

અમદાવાદ ટ્રાફિક પોલીસની અનોખી પહેલ :ગરીબ બાળકોને નાસ્તો કરાવી ટેન્ટમાં અભ્યાસ કરાવે છે

પોલીસ દ્વારા એજ્યુકેશન ઓન રોડ નામનો પ્રોજેક્ટ તૈયાર કરાયો

 

અમદાવાદ ટ્રાફિક પોલીસે અનોખું અભિયાન હાથ ધર્યું છે જેમાં બાળકોને ભણવું હોય છે પણ ગરીબીના કારણે તેઓ ભણી શકતા નથી અને પરિવાર સાથે તેઓ પણ મજૂરી કરે છે. બાળકો માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે એજ્યુકેશન ઓન રોડ નામનો પ્રોજેક્ટ તૈયાર કરાયો છે.

  પ્રોજેક્ટ હેઠળ એક અઠવાડીયાથી પકવાન ચાર રસ્તાની બાજુમાં ટેન્ટ બનાવી બાળકોને ત્યાં ભણાવવામાં આવે છે. એક એનજીઓ સાથે મળીને પોલીસ ખુદ ભણાવે છે અને અલગ અલગ એક્ટિવિટી પણ કરાવે છે.

દિવસનો માત્ર એક કલાક પોલીસ બાળકો પાછળ ફાળવે છે અને તેમને સાક્ષર બનાવવાના પ્રયાસ કરે છે.   પોલીસ દ્વારા આવનારા દિવસોમાં દરેક વિસ્તારના ગરીબ બાળકોને ભણાવવા માટે ચાર રસ્તા પર આવા ટેન્ટ બનાવવાની કામગીરી કરવામાં આવશે.   

પકવાન બાદ થલતેજ વિસ્તાર અને ત્યાર બાદ સ્ટેડિયમ પણ આજ રીતે પહેલ શરૂ કરવામાં આવશે. હાલમાં અનેક પોલીસ કર્મચારીઓની ટ્રાફિક વિભાગમાં ભરતી કરવામાં આવી જેમાં કેટલાક શિક્ષણ જગત સાથે પણ સંકળાયેલા હોવાથી તેમનું જ્ઞાન બાળકો સુધી પહોંચાડવા ખાસ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. ગરીબ બાળકોને સ્લેટ પેનમાં ભણાવવામાં આવે છે.

(12:53 am IST)