Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

મુગ્ધાવસ્થાના પ્રેમ સબંધનો કરુણ અંજામ:પ્રેમીપંખીડાએ વખ ઘોળીને જીવતર ટૂંકાવ્યું

પ્રેમીને અસર નહીં થતા પ્રેમિકાની ઓઢણી ઓઢીને ફાસો ખાઈને આપઘાત :વલસાડ પંથમાં ચકચાર જગાવતો કિસ્સો

 

વલસાડ ;મુગ્ધાવસ્થાના આવેગને પ્રેમ સમજી લીધા બાદ જ્યારે માતા-પિતા મુદ્દે ઠપકો આપે ત્યારે અજુગતુ પગલું ભરી લેતા હોવાની એક ઘટનામાં વલસાડની સગીરાએ નાની ઉંમરમાં ધનોરીના યુવાન સાથે પ્રેમસંબંધ બાંધ્યા હોવાની જાણ સગીરાની માતાને થતા તેણે પુત્રીને ધો.૧૨ની પરીક્ષા પર ધ્યાન આપવા ટકોર કરીને મોબાઈલ લઈ લીધો હતો. માતાએ કરેલી ટકોરથી માઠું લાગતા સોમવારે મોડી સાંજે સગીરાએ પોતાના પ્રેમી સાથે વખ ઘોળી જીવતર ટુંકાવી લીધું હતું. પ્રેમી પર ઝેરની ખાસ અસર થતાં, તેણે પ્રેમિકાની ઓઢણીથી ગળે ફાંસો ખાઇને મોત વ્હાલું કરી લેતા, સમગ્ર પંથકમાં ભારે ચકચાર ગઇ હતી.

   અંગેની વિગત મુજબ વલસાડના શહીદચોક વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષીય મીનાલી (નામ બદલ્યું છે) રજવાડી નામની સગીરા વલસાડની એક શાળામાં ધો.૧૨માં અભ્યાસ કરતી હતી અને હાલમાં ચાલી રહેલી બોર્ડની પરીક્ષા આપી રહી હતી. સગીરાની વિધવા માતાએ તેની નાની પુત્રીને ગત શનિવારે મોબાઈલ ફોન પર વાત કરતા જોતા, ફોન બાબતે પૂછપરછ કરી હતી. દરમિયાન પુત્રીએ તેણીની પાસેનો મોબાઈલ ફોન વલસાડના ધનોરી ગામે રહેતા દિવ્યેશ નામના યુવાને આપ્યો છે અને તે તેનો પ્રેમી છે તથા તેની સાથે લગ્ન કરનાર હોવાનું જણાવ્યું હતું. પુત્રીની કેફિયતથી ચોંકી ઉઠેલી માતાએ સગીર પુત્રીને હાલ તેની ઉંમર નાની છે તેથી નાદાની કરવાની સલાહ આપી, ઉંમર થયા બાદ વિચારવા અને હાલે ધો.૧૨ની બોર્ડની પરીક્ષાનું વાંચન કરવા ટકોર કરી હતી. સાથે માતાએ પુત્રી પાસેથી તેણીના પ્રેમીએ આપેલો મોબાઈલ ફોન પણ લઇ લીધો હતો

પરીક્ષા આપીને પરત આવેલી પુત્રીને, માતાએ પેપર કેવું હતું તેમ પૂછતા, સગીરાએ ગુસ્સામાં માતાને ઉડાઉ જવાબ આપ્યો હતો, જેથી સગીરાને તેની મોટી બહેન, નજીકના વિસ્તારમાં રહેતી દાદીના ઘરે મૂકી આવી હતી. દરમિયાન સોમવારે હિમાની દાદીના ઘરેથી ચાલી નીકળીને, ધનોરી ગામે રહેતા તેના પ્રેમી દિવ્યેશ પટેલ (..૨૪)ના ઘરે પહોંચી હતી. જ્યાં બંનેએ, તેમના પ્રેમસંબંધ પરિજનો મંજૂર નહીં કરે તેવી ચર્ચા કર્યા બાદ પ્રેમી-પંખીડાઓએ દિવ્યેશના ઘર પાસેની એક આંબાવાડીમાં જઇ આત્મહત્યા કરવાને ઇરાદે એક સાથે ઝેરી દવા પી લીધી હતી. જેમાં પ્રેમિકા મોતને ભેટી હતી પરંતુ પ્રેમી પર ઝેરની ખાસ અસર થતાં, તેણે પ્રેમિકાની ઓઢણીથી આંબાના ઝાડ પર લટકી જઇ જીવતર ટુંકાવી લીધંુ હતું. બાબતે મૃતક સગીરાની મોટી બહેને ડુંગરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે હાલ તો અકસ્માત મોત મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:17 pm IST)