Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

સેલવાસ નજીકના અથોલમાં હેવાનિયત:ચાર બાળકોને બાનમાં રાખીને માતા ઉપર બે શખ્શોએ દુષ્કર્મ આચર્યું

મહિલાનો પતિ બહાર ગયો ત્યારે ઉઘરાણીએ આવેલા બે શખ્શોએ દુષ્કર્મ આચર્યું :મોબાઈલ અને શર્ટ છોડી ગયા

સંઘપ્રદેશ દાદરા નગરહવેલીનાં સેલવાસ નજીકના અથોલામાં ચાર બાળકોને બાનમાં રાખીને તેની માતા ઉપર બે શખ્શોએ બળાત્કાર ગુજાર્યો હતો પતિ બહાર ગયો હતો ત્યારે ઉઘરાણી કરવા આવેલા બે શખ્સોએ પતિ ઘરમાં હોવાનું જાણી મહિલાના ચાર નાના બાળકોને બાનમાં રાખી મહિલા સાથે દુષ્કર્મ ગુજારી નાસી છૂટયા હતા જોકે  તેમનો મોબાઇલ તથા શર્ટ છોડી ગયા હોવાથી પોલીસે કબજે લઇ તેની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે.

   અંગેની વિગત મુજબ સેલવાસ નજીકના અથોલા ગામે એક ભંગારનો ધંધો કરનાર વેપારી રહે છે વેપારી ધંધાના કામ અર્થે વાપી આવ્યો હતો દરમિયાન તેને ભંગાર વેચનાર બે શખ્સો તેની ઘરે પહોંચી ગયા હતા અને રૃપિયાની માંગણી કરી હતી તેથી મહિલાએ તેનો પતિ હાલ ઘરે હોવાથી તેઓ આવે ત્યારે આવજો તેમ કહ્યું હતુ. સમયે તે બંને શખ્સોના મનમાં વાસનાનો કીડો સળવ્યો હતો. તેથી ઘરમાં પતિ હોય, તેઓ અંદર પ્રવેશી ગયા હતા અને ૩૭ વર્ષીય મહિલાના નાના માસુમ સંતાનોને ધમકાવીને ચૂપ બેસાડી દઇ મહિલા ઉપર વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો.

ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. જો કે, લોકો પહોંચે તે પહેલા બંને શખ્સો અંધારાનો લાભ લઇ નાસી છૂટયા હતા.મહિલાનો પતિ પણ ઘરે પહોંચતા મહિલાએ તેને સમગ્ર હકિકત બયાન કરી હતી. જે બાદ સેલવાસ પોલીસને ફરિયાદ અપાતા પોલીસ દોડતી થઇ હતી. ઘટના સ્થળની તપાસમાં આરોપીનો એક મોબાઇલ તથા શર્ટ સ્થળ પર છોડી ગયાનું જણાયું હતુ. આથી પોલીસે તે કબજે કરી નરાધમોને ઝડપી પાડવા કવાયત હાથ દરી છે. આરોપીઓ પરપ્રાંતના હોવાની પણ હકિકત મળી રહી છે. નરાધમોએ ઘરમાંથી ૪૦ હજાર રૃપિયા પણ લૂંટી લીધા હતાં તેથી પોલીસે આઇપીસી ૩૭૬, ૩૯૨ મુજબ બળાત્કાર અને લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(1:57 am IST)