Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

વડોદરામાં સગાભાઇને ઝેલમાથી છોડાવવા ભાઈએ નકલી નોટો ઘરે છાપવાનું શરૂ કરતા પોલીસ ફરિયાદ

વડોદરા:પાણીગેટ વિસ્તારમાંથી નકલી નોટો અને દસ્તાવેજો બનાવવાના ગુનામાં એક વર્ષ પહેલા ઝડપાયેલા સગાભાઇ શાહનવાઝને જેલમાંથી છોડાવવા માટે તેના ભાઇ આબીદે નકલી નોટો છાપવાનું ઘરેજ શરૃ કર્યુ હતુ અને બજારમાં નકલી નોટો ઠાલવી મોટી રકમ ભેગી કરવાની યોજના હતી.

ઉલ્લેખનીય છે કે ગ્રામ્ય વિસ્તારોના બજારોમાં નકલી ચલણી નોટો ઘુસાડવાના ષડયંત્રમાં આબીદમહંમદ ઇદ્રીશભાઇ પઠાણ (રહે.કિશાનનગર)ને વરણામા તેમજ જિલ્લા એસઓજી પોલીસે ઝડપી પાડયો હતો. તેને પહેરેલ પેન્ટના ખિસ્સામાંથી ૫૦૦ના દરની ૪૪ બનાવટી ચલણી નોટો મળી હતી. પોલીસે તેની પૂછપરછ કરતા નોટો પોતાના ઘેર કલર પ્રિન્ટરથી છાપી હોવાનું જણાવતા પોલીસે કિશાનનગર ખાતે તેના ઘેર છાપો મારી એપ્સન કંપનીનું પ્રિન્ટર, પ્રિન્ટર સ્કેનર પર ૫૦૦ના દરની નોટો આગળ પાછળ એક કાગળ ઉપર ચોંટાડેલ મળેલ તથા પ્રિન્ટરના પેપર ટ્રે ઉપર અસલ નોટોની ઝેરોક્ષ મળી હતી.

પોલીસે તેના ઘરમાં તપાસ કરતા અભરાઇ ઉપર રૃા.૨૦૦૦ના દરની ૭૭ નોટો, રૃા.૫૦૦ના દરની ૧૬૫૨ નોટો, રૃા.૧૦૦ના દરની ૨૩૮ નોટો તેમજ તેની પાસેથી મળેલી રૃા.૫૦૦ના દરની ૪૪ નકલી નોટો અને રિક્ષા, મોબાઇલફોન મળી કુલ રૃા.૧૦.૮૯ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો  હતો. એસઓજીના પીઆઇ એસ.. કરમુરે તેની પૂછપરછ કરતા જાણવા મળ્યુ હતુ કે જાન્યુઆરી-૨૦૧૭માં વડોદરા શહેર એસઓજીએ આબીદના ભાઇ શાહનવાઝને નકલી નોટો તેમજ નકલી દસ્તાવેજો બનાવવાના ગુનામાં ઝડપી પાડયો હતો અને ત્યારથી તે સેન્ટ્રલ જેલમાં છે. આબીદે પોલીસને કહ્યુ હતુ કે તેના ભાઇને સેન્ટ્રલ જેલમાંથી છોડાવવા માટે તેના ભાઇના રસ્તેજ આગળ વધ્યો હતો. પોતાના ઘેરજ નકલી ચલણી નોટો છાપીને તે બજારમાં તેને ફરતી કરતો હોવાની વિગતો બહાર આવી છે.

(6:26 pm IST)