Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

આણંદ તાલુકાના સારસામાં દીકરીને ખીજવવા બાબતે બે પરિવારો વચ્ચે હાથાપાઈ

આણંદ: તાલુકાના સારસા ગામે ગઈકાલે સાંજના સુમારે દીકરીને ખીજવવાની બાબતે સોલંકી અને ચૌહાણ પરિવાર વચ્ચે મારમારી થતાં ત્રણને ઈજાો થવા પામી હતી. અંગે ખંભોળજ પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરી તપાસ હાથ ઘરી છે.
ભરતભાઈ મગનભાઈ ચૌહાણે આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમની પુત્રીને કમલેશભાઈ નટુભાઈ સોલંકી કુલારી કહીને ખીજવતો હતો જે બાબતે ઠપકો આપવા જતાં કમલેશભાઈ, પરેશભાઈ, જયેશભાઈ મોહનભાઈ સોલંકી તથા દિનેશભાઈ ઈશ્વરભાઈ સોલંકીએ ઝઘડો કર્યો હતો અને ગમે તેવી ગાળો બોલીને કમલેશે પોતાની પાસેની લાકડી ભરતભાઈને કાંડા ઉપર મારી દીધી હતી જ્યારે વચ્ચે પડનાર ભાનુભાઈને પણ લાકડીથી માર માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
સામા પક્ષે કમલેશભાઈ નટુભાઈ સોલંકીએ આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, દીકરીને ખીજવવાની બાબતે ભરતભાઈ મગનભાઈ ચૌહાણ, ભાનુભાઈ, રણજીત ઉર્ફે પથ્થર મગનભાઈ તથા ભાર્ગવભાઈ ભરતભાઈ ચૌહાણે ઝઘડો કરીને ભરતભાઈએ પોતાના હાથમાની પાઈપ કમલેશભાઈને કપાળમાં મારી દીધી હતી અને બરડાના ભાગે બચકુ ભરી લીઘું હતુ. બીજા ત્રણ શખ્સોએ પકડી રાખીને ગડદાપાટુનો માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

(6:26 pm IST)