Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

સેલવાસના અથોલામાં મહિલાનો પતિ ઘરે ન હોવાનો ફાયદો ઉઠાવી માતા પર ગેંગરેપ થતા અરેરાટી

સેલવાસ:નજીકના અથોલા ગામે એક ભંગારનો ધંધો કરનાર વેપારી રહે છે. વેપારી ધંધાના કામ અર્થે વાપી આવ્યો હતો. દરમિયાન તેને ભંગાર વેચનાર બે શખ્સો તેની ઘરે પહોંચી ગયા હતા અને રૃપિયાની માંગણી કરી હતી તેથી મહિલાએ તેનો પતિ હાલ ઘરે હોવાથી તેઓ આવે ત્યારે આવજો તેમ કહ્યું હતુ. સમયે તે બંને શખ્સોના મનમાં વાસનાનો કીડો સળવ્યો હતો. તેથી ઘરમાં પતિ હોય, તેઓ અંદર પ્રવેશી ગયા હતા અને ૩૭ વર્ષીય મહિલાના નાના માસુમ સંતાનોને ધમકાવીને ચૂપ બેસાડી દઇ મહિલા ઉપર વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો.

ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. જો કે, લોકો પહોંચે તે પહેલા બંને શખ્સો અંધારાનો લાભ લઇ નાસી છૂટયા હતા. દરમિયાન મહિલાનો પતિ પણ ઘરે પહોંચતા મહિલાએ તેને સમગ્ર હકિકત બયાન કરી હતી. જે બાદ સેલવાસ પોલીસને ફરિયાદ અપાતા પોલીસ દોડતી થઇ હતી. ઘટના સ્થળની તપાસમાં આરોપીનો એક મોબાઇલ તથા શર્ટ સ્થળ પર છોડી ગયાનું જણાયું હતુ. આથી પોલીસે તે કબજે કરી નરાધમોને ઝડપી પાડવા કવાયત હાથ દરી છે. આરોપીઓ પરપ્રાંતના હોવાની પણ હકિકત મળી રહી છે. નરાધમોએ ઘરમાંથી ૪૦ હજાર રૃપિયા પણ લૂંટી લીધા હતાં તેથી પોલીસે આઇપીસી ૩૭૬, ૩૯૨ મુજબ બળાત્કાર અને લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(6:24 pm IST)