Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

દર વર્ષે ર,પ૦,૦૦૦ નેનો કાર બનાવવાની શરત હતી, ગયા વર્ષે બની માત્ર ૩૧ર૦

સરકારે ટાટા મોટર્સને કરેલી અઢળક મદદ એળે

ગાંધીનગર તા. ર૧: ગુજરાતમાં સરકારની અઢળક મદદ મેળવનાર ટાટા મોટર્સે બનાવેલી નેનો કારની સંખ્યા અંગે કોંગી ધારાસભ્ય પૂંજાભાઇ વંશે વિધાનસભામાં સવાલ ઉઠાવ્યો હતો.મુખ્યમંત્રીએ જવાબમાં જણાવેલ કે સરકારની ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટેની શરત નં. ૧ર મુજબ ટાટા મોટર્સે પ્રથમ ફેઝમાં દર વર્ષે મહતમ ર,પ૦,૦૦૦ કારનું ઉત્પાદન કરવાનું હતું. તા. ૩૧-૧ર-ર૦૧૭ની સ્થિતિએ છેલ્લા વર્ષના આંકડા જોઇએ તો ર૦૧૬ના વર્ષમાં ૧૧૩ર૩ નેનો કાર અને ર૦૧૭ના વર્ષમાં ૩૧ર૦ નેનો કારનું ઉત્પાદન કરવામાં આવ્યું છે.

(4:49 pm IST)
  • ભારતરત્ન બિસ્મીલ્લાખાનની આજે ૧૦૨મી જન્મજયંતિ : ભારત રત્ન એવોર્ડ વિજેતા શરણાઈ વાદક ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાનની આજરોજ ૧૦૨મી જન્મજયંતિ છે : આ નિમિતે ગુગલે ડુગલ ઉપર તુમનો ફોટો મૂકયો છે access_time 3:41 pm IST

  • લાલુ પ્રસાદની તબિયતમાં સુધારો નહિ દર્શાતા તેમને રિમ્સ હોસ્પિટલમાં લઇ ગયા access_time 4:24 pm IST

  • સલમાન ખાનની સાથે વીરગતિ ફિલ્મમાં કામ કરી ચુકેલી અભિનેત્રી પૂજા ડડવાલ હાલ ટીબીની બિમારી સામે જજૂમી રહી છે. માહિતી મળી છે કે, તેમના પરિવારે પણ તેનો સાથ છોડી દીધો છે. આપને જણાવી દઈએ કે પૂજાએ એક વિડીયો દ્વારા સહિયોગની અપીલ કરી હતી. ત્યારે ભોજપૂરી સ્ટાર રવિ કિશને તેના મિત્ર દ્વારા રૂપિયા અને ફળો હોસ્પિટલમાં મોકલ્યા હતા access_time 2:11 am IST