Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન દ્વારા રાજુલામાં પોતાના ૨૩માં એસઈડીઆઇ સેન્ટરનો શુભારંભ

અમદાવાદઃ અંબુજા સિમેન્ટ્સ લિમિટેડની સીએસઆર શાખા, અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન (એસીએફ) દ્વારા પોતાના ૨૩માં કુશળતા તથા સાહસિકતા વિકાસ સંસ્થા કેન્દ્રનો શુભારંભ કરાવામાં આવ્યો છે. હાલમાં જ આંતરરાષ્ટ્રીય ટર્મિનલ ઓપરેટિંગ કંપની, એપીએમ ટર્મિનલ્સના સહયોગથી ચાલુ કરેલાં એસઈડીઆઈ કેન્દ્રમાં વર્તમાનમાં ૧૫ છોકરીઓ સાથે ૧૦૯ તાલમાર્થી છે. જે નર્સિંગ, ફિટર ફેબ્રિકેશન, વેલ્ડિીંગ, બિઝનેશ પ્રોસેસ આઉટસોસિંગ અને ઈલેકટ્રોનિકસ સાથે ટેકનીકલ તથા કુશળતાની તાલીમ પ્રાપ્ત કરી રહયાં છે. કેન્દ્રએ પહેલાં વર્ષમાં ૬૫૦ થી વધારે યુવાનોની રોજગાર ક્ષમતાને વધુ સારી બનાવવા માટે તાલીમ આપવાનું લક્ષ્ય રાખ્યું છે.

એસીએફના પ્રમુખ પર્લ તિવારીએ જણાવ્યું હતું કે, એસીએફસે વર્ષ ૨૦૦૬માં રાજસ્થાનમાં પોતાના પ્રથમ એસઈડીઆઈની સ્થાપના કરી અને આગળના દશક્રમાં દેશના વિભિન્ન ક્ષેત્રોમાં તેનો વિસ્તાર કર્યો. આનાથી કેન્દ્રથી બેરોજગાર યુવાઓના જીવનમાં સુધારો અવશ્ય આવશે. ભારત સતત વૈશ્વિક રાષ્ટ્ર તરીકે ઉભરી રહ્યું છે. જેના કારણે આગામી દિવસોમાં વિકાસ અને રોજગાર માટેની સ્પર્ધામાં વધારો કરશે.

(4:05 pm IST)