Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

અમદાવાદના બિલ્ડરોના કરોડોના હવાલાની વિગતો મળીઃ તપાસમાં ઇડી ઝંપલાવશે

ચાર બિલ્ડર ગ્રુપની કરચોરીનો આંકડો ૫૦૦ કરોડથી વધી ગયોઃ હવાલા માટે એક વચેટીઓ અને એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ આઇડેન્ટીફાઇ થયા તેમની તપાસ ચાલુ

રાજકોટ તા. ૨૧ : આયકર વિભાગની ટીમે છેલ્લા એક મહિનામાં અમદાવાદના મારૂતિનંદન ડેવલપર, સત્યમ ડેવલપર્સ, સાંઘાણી ઇન્ફ્રાસ્ટ્રકચર ઇન્ડિયા પ્રા.લી. તથા શાલીગ્રામ બિલ્ડકોન પર દરોડા પાડીને રૂપિયા ૫૦૦ કરોડની કરચોરી શોધી કાઢી છે. હવે તપાસ દરમિયાન સત્યમ ડેવલપર્સ, સાંઘાણી ઇન્ફ્રાસ્ટ્રકચર ઇન્ડિયા પ્રા.લી. તથા શાલીગ્રામ બિલ્ડકોનના ફોરેન એકાઉન્ટસ મળી આવ્યા હતા. સાથે સાથે કરોડો રૂપિયાની વિદેશમાં હવાલા પડાયા હોવાની વિગતો સામ આવતાં આ તપાસમાં હવે ચ્ઝ્રદ્ગક ટીમ પણ જોડાશે. સાથે સાથે વિદેશમાં હવાલા પાડવામાં મદદરૂપ બનનાર એક વચેટીયાને અને બોગસ કંપનીઓ બનાવી તેમાં રૂપિયા ટ્રાન્સફર કરવાની કામગીરી કરનાર એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પણ ડિપાર્ટમેન્ટે આઇડેન્ટીફાઇ કરી લીધો છે. હવે તેમની તપાસ ચાલી રહી છે. અંતિમ તબક્કામાં ચાલી રહેલી તપાસ બાદ આ ગૃપ સાથે સંકળાયેલા ગ્રૂપ અને લોકોના આર્થિક વ્યવહારોની તપાસ હાથ ધરવામાં આવશે.

ઇનકમ ટેકસ આક્રમકતાથી દરોડા અને સર્ચની કામગીરી કરી રહ્યું છે. રાજયભરમાં મોટા ઓપરેશન ચાલી રહ્યા છે. ત્યારે જ છેલ્લા મહિના દરમિયાન અમદાવાદના ચાર મોટા બિલ્ડર ગ્રૂપની ઓફીસો સહિતની સંખ્યાબંધ પ્રિમાઇસીસમાં આયકર વિભાગે દરોડા પાડીને કરચોરીની વિગતો. ડિઝિટલ ડેટા. દસ્તાવેજો, રોકડ અને ઝવેરાત કબજે લીધા છે. એક જ માલિકો પરંતુ જુદા જુદા નામે ધંધો કરતા સત્યમ ડેવલપર્સ, સાંઘાણી ઇન્ફ્રાસ્ટ્રકચર ઇન્ડિયા પ્રા.લી. તથા શાલીગ્રામ બિલ્ડકોન ગ્રૂપમાં સર્ચ દરમિયાન તેમના કરોડો રૂપિયાના વિદેશોમાં હવાલા પડાયા હોવાનું બહાર આવ્યું છે.

આ હવાલા એક ચોક્કસ વ્યકિત દ્વારા જ પાડવામાં આવતા હતા. જેની ઓળખ થઇ જતાં તેની ઓફિસમાં હાલ ડિપાર્ટમેન્ટ સર્ચ કરી રહ્યું હોવાનું પ્રસિધ્ધ થયું છે.

આ ઉપરાંત અમદાવાદના એક નામાંકિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે આ ગ્રૂપની અમદાવાદ અને કોલકત્તામાં બોગસ કંપનીઓ બનાવડાવી હતી. જયારે નોટબંધી બાદ કરોડો રૂપિયા કોલકત્તાની બોગસ કંપનીના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. તેવી પુરતી વિગતો મળી આવી છે જેને કારણે તેની ઓફિસમાં પણ આયકર વિભાગના અધિકારીઓ સર્ચ કરી રહ્યા છે. સર્ચ દરમિયાના ઘણી ચોંકાવનારી વિગતો પણ સામે આવે તેવી સંભાવના જોવા મળી રહી છે. (૨૧.૧૬)

(11:46 am IST)