Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

કાલે કેબિનેટની બેઠક :પીવાના પાણીની સ્થિતિની થશે સમીક્ષા નર્મદા ડેમ સહિતના જળાશયોના પાણીના જથ્થાની થશે ચર્ચા

બેઠકમાં સામાન્ય વહીવટી બાબતો અને વર્તમાન યોજનાઓનાં અમલીકરણ અંગે પણ ચર્ચા અને સમીક્ષા કરાશે

 

ગાંધીનગરઃકાલે કેબિનેટની બેઠક યોજાનાર છે જેમાં પીવાના પાણીની સ્થિતિની સમીક્ષા કરાશે કાલે સવારે 9 વાગ્યે મળનારી કેબિનેટની બેઠકમાં રાજ્યમાં પીવાનાં પાણીની સ્થિતિની સમીક્ષા કરવાની સાથે નર્મદા ડેમ અને વિવિધ જળાશયોમાં બાકી રહેલા પાણીનાં જથ્થા અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

   બેઠકમાં તાજેતરમાં થયેલી તુવેર અને ઘઉંની ખરીદીમાં ઉભા થયેલા વિવાદનાં કારણો અંગે પણ વિશેષ ચર્ચા થશે અને સામાન્ય વહીવટી બાબતો અને વર્તમાન યોજનાઓનાં અમલીકરણ અંગે પણ ચર્ચા અને સમીક્ષા કરવામાં આવશે.

   અત્રે ઉલ્લેખનીય છે ઉનાળાની ઋતુ હવે શરૂ થઇ ગઇ છે ત્યારે પીવાનાં પાણીની સમસ્યાઓ હવે દિવસે ને દિવસે વધતી જવાની. ત્યારે પાણીની સમસ્યાને લઇ ક્યાંક ક્યાંક ખેડૂતો દ્વારા વિરોધ થતો પણ જોવાં મળી રહ્યો છે. ત્યારે પીવાનાં પાણીને લઇ કોઇ વિકટ પરિસ્થિતિ ના સર્જાય એટલાં માટે તેમજ રાજ્યમાં નર્મદા ડેમ અને વિવિધ જળાશયોમાં બાકી રહેલાં પાણીનાં જથ્થા અંગે ગહન ચર્ચા કરવામાં આવશે.

 

(1:18 am IST)