Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

રાજપીપળામાં સીઆર પાટીલના રોડ શો પૂર્વે જાહેર પ્રોપર્ટી પર લગાવેલા રાજકીય સાહિત્ય દૂર કરતું વહીવટી તંત્ર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળામાં રવિવારે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો રોડ શો અને જાહેર સભા યોજાનાર છે ત્યારે જે માર્ગ પર રોડ શો થવાનો છે ત્યાં જાહેર પ્રોપર્ટી પર મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખના ફોટા સહિત નું સાહિત્ય લગાવવામાં આવ્યું હોય વહીવટી તંત્રએ લાલ આંખ કરી આ સાહિત્ય દૂર કરતા શહેરના માર્ગો પર આચાર સંહિતાનો કડક અમલ કરવા જાહેર પ્રોપર્ટી પર થતા આચાર સહિતના ભાંગનો અમલ થાય તે હેતુસર તોરણો, ભાજપના ઝંડા અને કટ આઉટ હટાવતા તંત્રના જે અધિકારીએ કોઈપણ જાતની સ્નેહ શરમ વિના આ સાહિત્ય દૂર કરી આચાર સાહિતાના કડક પાલન કરાવવા આદેશ આપ્યા હતા તે બિરદાવવાયા હતા

   
(10:17 pm IST)