Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

વલસાડના વાંકલ ગામ નજીક આવેલા બેંક ઓફ બરોડાનું ATM મશીન તોડી ચોરી કરવા આવેલા ઇસમને વલસાડ રૂરલ પોલીસે રંગે હાથ ઝડપી પાડયો

ATMને લૂંટવા આવેલા ઇસમની સમગ્ર હરકત ATM ના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડના વાંકલ ગામ પાસે એક બેંક ઓફ બરોડાનું ATM માંથી લૂંટ કરે તે પહેલાજ પોલીસ આવી પોહચી અને ચોર ને રંગેહાથ ઝડપાયો હતો અને તેની પાસેથી ATM મશીન તોડવા માટે હથિયાર મળી આવ્યું હતું અને ATM માં લગાવેલા સીસીટીવી કેમેરામાં ચોરની ધારદાર હથિયાર થી ATM તોડતા નજરે પડી રહ્યો છે જેના વિરૂદ્ધ પોલીસે ગુન્હો દાખલ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આ બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, વલસાડ તાલુકા ના વાંકલ ચાર રસ્તા લીમડાચોક પાસે આવેલ બેન્ક ઓફ બરોડાનું ATM તોડી ચોરી કરતો આરોપીને નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગ દરમ્યાન ઝડપી પાડયો હતો પોલીસ અધિક્ષક ડો.રાજદિપસિંહ ઝાલા તથા નાયબ પોલીસ અધિક્ષક એમ.એન.ચાવડા વલસાડ વિભાગ વલસાડ નાઓએ મિલ્કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલ ગુનાઓના આરોપીઓને શોધી કાઢવા આપેલ સૂચના આધારે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમા નાઇટ પેટ્રોલીંગમા જી.આર.ડી.જવાન ઇન્દ્ર બાબલુભાઇ તથા જી.આર.ડી. ચેતન મોતીભાઇ નાઓ મોજે. વાંકલ ચાર રસ્તા લીમડાચોક ખાતે રાત્રીના અગીયાર વાગે પોતાના ફરજના પોઇન્ટ ઉપર હાજર હતા. તે વખતે એક ઇસમ બેન્ક ઓફ બરોડાના ATM મશીન ના રૂમમાં શંકાસ્પદ હાલતમાં જણાતા ATM રૂમ, નજીક જઇ જોતા સદર ઇસમ લોખંડની ફરસી વડે ATM મશીન તોડી રહેલ હોય જેથી તેણે પકડી લઇ પોલીસ સબ ઇન્સપેકટર જી.આઇ.રાઠોડ નાઓને ફોન કરી જાણ કરતા તેઓ અ.હે.કો સંતોષભાઇ ચંદુભાઇ તથા ડ્રા.પો.કો પ્રકાશભાઇ ડાહયાભાઇનાઓ સાથે સ્થળ ઉપર આવી પકડાયેલ ઇસમનુ નામ ઠામ પુછતા વિજયભાઇ ઉર્ફે વિપુલ નારણભાઇ પટેલ ઉવ.૨૮ રહેવાસી- દુલસાડ સીંધી ફળીયા તા.જી.વલસાડ નો હોવાનું જણાવેલ જેથી આરોપીને તાબામાં લીધો હતો. અને સદર બનાવ બાબતે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો કલમ ૩૮૦, ૫૧૧ મુજબ ગુનો દાખલ કરી સદર ગુનાના કામે પકડાયેલા આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

(8:11 pm IST)