Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

વલસાડ એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 50 જેટલી અલગ અલગ જાતિની બાળકી ઓને સરકારી ખાતું ખોલાવી આપ્યા : તેણીના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે ઉમદા કાર્ય

( કાર્તિક બાવીસી દ્વારા ) વલસાડમાં સ્પોટ કોમ્પ્લેક્સ ખાતે એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શુ કન્યા સમૃધ્ધિ યોજના હેઠળ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં દરેક સમાજ માંથી 50 જેટલી બાળકી ઓને પોસ્ટ વિભાગના માધ્યમ થી એક 250 રૂપિયા ભરી એકતા ચેરીટેબલ ટ્રસ્ટએ ખાતા ખોલાવી આપી બાળકી ઓના ભવિષ્યની શરૂઆત કરી તેઓ ને માટે એક ઉમદા કામ કર્યું છે..આ યોજના માં વર્ષે 12000 જેટલું રકમ માતા પિતા ઓએ ભરવાની રહેશે ત્યાર બાદ 14 વર્ષ સુધી બાળકી ઓના માટે પૈસા તેમના વાલીઓ ભરતા રહેશે બાળકીનું ભવિષ્ય ઉજ્જ્વળ બની જશે.છેલ્લા 6 વર્ષથી જરૂરતમંદ અને ગરીબ બાળકો તેમજ ગરીબો માટે કામગીરી કરતું એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વધુ એક ઉમદા કાર્ય કરવા આવ્યું છે આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા બાળ કલ્યાણ સમિતિ ના ચેરમેન શ્રીમતી સોનલ બેન સોલંકી મુખ્ય મહેમાન રહ્યા હતા તો એમની સાથે અન્ય મહાનુભાવો માં પોસ્ટ વિભાગ તરફ થી રિયાઝભાઈ અઝમેરી હાજર રહ્યા હતા અને સાથે વલસાડ નગર પાલિકાના ચીફ એન્જિનિયર હિતેશ પટેલ , વલસાડ નગરપાલિકા ના સભ્ય જાકિરભાઈ પઠાણ, વલસાડ મુસ્લિમ સમાજ ના અગ્રણી ઝહીરભાઈ દરિયાઈ, આરીફ ખાન તેમજ એકતા ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ સલાઉદીન કાઝી ઉપપ્રમુખ જુબેરખાન ,સભ્ય તરીકે આસીમભાઈ હસમની, જાકિરભાઈ મલેક, મુજીબભાઈ બારોબા , અપ્પુખાન, વસીમ  શેખ, પરવેઝ શેખ, ઇરબાઝ શેખ, તેમજ અન્ય સભ્યો એ હાજર રહી આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો તેમજ 50 બાળકી ઓ સાથે અલગ અલગ સમાજ ના લોકો હાજર રહ્યા હતા.

(7:41 pm IST)