Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

આખા વિશ્વનો અધિકાર મારા પર છે પણ મારો અધિકાર કેવલ મારા રામ પર છે : પ્રફુલભાઈ શુકલ

( કાર્તિક બાવીસી દ્વારા ) વલસાડ કોસંબા ભાગડાવડાના શ્રી રામજી મંદિરના નવનિર્માણ હેતુ મહંતશ્રી ૧૦૮ કિશોરીદાસજી મહારાજની પ્રેરણાથી રામજી મંદિરના પટાંગણમાં ચાલી રહેલી કથાકાર પૂ.પ્રફુલભાઈ શુકલની રામકથામાં આજે પૂર્ણાહુતિ સોપાન પૂર્ણ કરાયુ, રામ રાજ્યાભિષેક કથાનુ વર્ણન કરવામાં આવ્યુ. સવારમાં રામકથાનો દશાંશ યજ્ઞ યજમાનો દ્વારા સંપન્ન કરવામાં આવ્યો. હેતલબેન કૌશિકભાઈ નાનુભાઈ ટંડેલએ અંતિમદીને પોથીપૂજનનો લાભ લીધો હતો.  

 

    કથાકાર પ્રફુલભાઈ શુકલએ વ્યાસપીઠ પરથી કહ્યુ હતુ કે આખા વિશ્વનો અધિકાર મારા પર છે પણ મારો અધિકાર કેવલ મારા રામ પર છે. આયોજકો શ્રી રામજીમંદિર સમિતિ-રામજીકીસેના દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. કથામાં પ્રેરણાસ્ત્રોત મહંતશ્રી કિશોરીદાસજી મહારાજ, કૌશિકભાઈ ટંડેલ સહિત આયોજકો દ્વારા કથાકાર પૂ.પ્રફુલભાઈ શુકલનો આભારમાનતા પુષ્પગુચ્છ અને શાલ અર્પણ કરવામાં આવી હતી. ભાવિક ભક્તોની આંખોમાં કથા વિરહની ભાવના જોવા મળી હતી

 

  . આ પ્રસંગે કથાકાર પૂ.દેવુભાઈ જોષી અને યુવાકથાકાર દર્શનભાઈ જોષી ઉપસ્થિત રહ્યા હતા. પૂ.બાપુ એમના જીવનની ૭૯૯મી કથા સંપન્ન કરી ૩ માર્ચથી ૮૦૦મી કથા પંચલાઈ-ડી.પારડી ખાતે કથાપ્રેમીઓ ને રસપાન કરાવવા જઈ રહ્યા છે ૮૦૦મી કથામાં પધારવા તમામ ભાવિકભક્તોને પૂ.બાપુએ વ્યાસપીઠ પરથી આમંત્રણ પાઠવ્યુ હતુ.

(7:41 pm IST)