Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

સુરતમાં 9 માસના ગર્ભ સાથે મહિલાએ મતદાન કરીને લોકશાહીનો પર્વ ઉજવ્યો

ખાનગી કંપનીમાં ઓફિસ મેનેજમેન્ટ તરીકે ફરજ બજાવતા ઋતા ધોરાજીયાએ કહ્યું મતદાન થાય એ જ આપણામાં જાગૃતતાનું પ્રતીક

સુરતમાં 9 મહિનાના ગર્ભ સાથે મતદાન કરી તમામ નાગરિકને જાગૃત કરવાની અનોખી અપીલ કરી હતી. આ મહિલા સુરતમાં એક ખાનગી કંપનીમાં ઓફિસ મેનેજમેન્ટ તરીકે ફરજ બજાવે છે. તેઓએ જણાવ્યુ હતુ કે, મોટી સંખ્યામાં મતદાન થાય એ જ આપણામાં જાગૃતતાનું પ્રતીક હોવાનું સાબિત કરે છે. મતદાન કરી અને બીજાને કરવામાં અપીલ અને મજબૂર પણ કરીશ, એ જ મારી જાગૃતતાનું ઉદાહરણ છે.

રૂતા જીજ્ઞેશ ધોરાજીયા (ઉ.વ. 29, રહે. મોટા વરાછા, સંસ્કૃતિ રેસિડેન્સી) એ જણાવ્યું હતું કે, મારા લગ્ન બે વર્ષ પહેલાં થયા હતા. મારા પતિ આઈડીએફસી બેંકમાં મેનેજર છે. હું પોતે એમબીએ સુધીનો અભ્યાસ કરી આજે એક ખાનગી કંપનીમાં ઓફીસ મેનેજમેન્ટ અને એકાઉન્ટન્ટનું કામ કરુ છું. આ મારું પહેલું બાળક છે. 9 મહિનાના ગર્ભ સાથે હાલ હું પિયરમાં છું. ડોક્ટરોએ આ માહામારી સામે સાવચેત રહેવાના આદેશ આપ્યા છે. હું ચોક્કસ મારા પહેલાં બાળકને લઈ ગંભીર અને ચિંતિત છું. પણ હું આજના આ પવિત્ર મતદાન ઉત્સવમાં જઈ અને મારો મત આપ્યો છે.

વધુમાં જણાવ્યું હતું કે, મતદાન કરવું એ આપણી જાગૃતતા છે. કોર્પોરેટરથી લઈ વડાપ્રધાન સુધીના પ્રતિનિધિઓને પસંદ મતદાન કરવાથી જ દેશનો સાચો વિકાસ થઈ શકે છે. વધુમાં વધુ મતદાન થાય એ માટે જ આજે હું 9 મહિનાના ગર્ભ સાથે મતદાન કરી મારા જેવી તમામ બહેનોમાં એક ઉદાહરણ અને દાખલો આપીશ અને તમામને જાગૃત થવા અપીલ કરીશ

(7:21 pm IST)