Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

રાજ્યમાં લવ જેહાદ મામલે ધારાસભ્ય વિક્મ માડમનું વિવાદાસ્પદ નિવેદન : વિડિઓ વાયરલ થતા હોબાળો

લવ જેહાદ વિશે ભાષણ કર્યા બાદ મોટો વિવાધ થતાં વિક્રમ માડમે માફી માંગી

અમદાવાદ : રાજ્યમાં હાલ લવ જેહાદનો કાયદો માટે મોટી માંગ ઉઠી રહી છે, ત્યારે રાજકીય પાર્ટીઓના નેતાઓ પણ આ કાયદાને લઈને અલગ અલગ ટિપ્પણી કરી રહ્યા છે. દેવભૂમિ દ્વારકાના એક ગામમાં લવ જેહાદ મુદ્દે કોંગ્રેસના વિક્રમ માડમ ના ભાષણનો વીડિયો વાયરલ થયો છે. દ્વારકાના વિસ્તારમાં આવેલા એક ગામડામાં મુસ્લિમ સમાજના મત વિસ્તારમાં વિક્રમ માડમે લવ જેહાદ વિશે ટિપ્પણી આપી છે, જે હાલ તેમનું નિવેદન વાયરલ થતા ચારેબાજુ ચર્ચાઓ ઉઠી રહી છે.

એક તરફ ગુજરાતમાં લવ જેહાદનો મુદ્દો ચારે તરફ વિવાદમાં છે ત્યાં કોંગ્રેસના વિક્રમ માડમના પ્રચારના ભાષણનો વિડીયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

સોશિયલ મીડિયામાં ચારે તરફ વીડિયોમાં વિક્રમ માડમના શબ્દોએ નવો વિવાદ જગાડતા ખળભળાટ મચી જવા પામ્યો છે. લવ જેહાદ મુદ્દે કોંગ્રેસના વિક્રમ માડમના ભાષણનો વીડિયો દ્વારકાના ભાણવડ તાલુકાના ઢેબર ગામના મુસ્લિમ વિસ્તારમાં યોજાયેલી સભાનો હોવાની ચર્ચા ચાલી રહી છે. હાલ લવ જેહાદ મુદ્દે ભાષણ આપતા સોશિયલ મીડિયામાં વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. મોટો વિવાદ થતાં વિક્રમ માડમે બાદમાં માફી પણ માગી હતી.

વિક્રમ માડમે લવ જેહાદ મુદ્દે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે, 'રાજ્યમાં કોઈ જગ્યાએ કોઈ ગરીબનો છોકરો વિધર્મી સાથે લગ્ન કરે એટલે ચારેબાજુથી વિરોધ શરૂ થાય છે, પરંતુ જ્યારે બોલિવુડ સૈફ અલી ખાને  કરિના કપૂર સાથે લગ્ન કર્યા, ત્યારે આ વિરોધ ક્યાં ગયો હતો, ત્યાં જઈને વિરોધ કરોને, લવ જેહાદનો કાયદો છે એ શાના માટે છે. ગરીબનો છોકરો પ્રેમ લગ્ન કરે તો વાંધો લેવાનો.'

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'અહીંયા નાગડા ગામ છે, મુસ્લિમનું ગામ છે. મારી આહિરની છોકરીએ જ મુસ્લિમ સાથે લગ્ન કર્યા છે. શું ફક્ત આહિરીની દીકરીએ મુસ્લિમ સાથે લગ્ન કર્યા એટલે વિરોધ કરવાનો. છોકરીને કંઈ જગ્યાએ લગ્ન કરવા તે હવે છોકરી નક્કી કરશે' વિક્રમ માડમના આ વીડિયો બાદ સમગ્ર આહિર સમાજ નારાજ થયો હતો અને તેમને ફોન પર માફી માગવા દબાણ કરવામાં આવ્યું હતું.'

લવ જેહાદ વિશે ભાષણ કર્યા બાદ મોટો વિવાધ થતાં વિક્રમ માડમે માફી માંગી હતી, અને જણાવ્યું કે, સમાજથી મહાન કોઈ હોઇ ન શકે. મેં તો એક પ્રશ્નનો જવાબ આપ્યો હતો. આહિર સમાજ હોય કે હિંદુ સમાજ.. કોઈની લાગણી દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું. દેશના કાયદા વિશે જાણકારી આપવામાં આવી હતી એટલે મેં કોઈની લાગણી દુભાવી હોય તો દિલગીરી વ્યક્ત કરું છું'

(7:09 pm IST)