Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

6 મહાનગરપાલિકાનું મતદાન, શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર ના પૂજનીય સંતોએ કર્યું મતદાન...

રાજકોટ : રાજ્યની મહાનગરપાલિકાની ચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ ગઈ છે. સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગર સહિત મહાનગરપાલિની ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે. કોરોના કાળમાં બીજી વાર ચૂંટણી યોજાવા જઈ રહી છે. મતદાનને લઈ સવારથી લોકોમાં ઉત્જેસાહ જોવા મળી રહ્માંયો છે. ઘણા દિગ્ગજોની કિસ્મતનો ફેંસલો જનતા જનાર્દન કરશે..મહાનગરપાલિકામાં સત્તા માટે મુખ્ય ટક્કર ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે છે. પણ કેટલીક બેઠકો પર આમ આદમીના ઉમેદવારો મેદાનમાં હોઈ ત્રિપાંખિયો જંગ જામશે.

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના પૂજનીય સંતોએ આજે વહેલી સવારે મોટી સંખ્યામાં મતદાન કર્યું હતું. ૮૦ વર્ષની ઉંમરના પૂજનીય સંત શ્રી ગોવિંદપ્રિયદાસજી સ્વામીએ પણ ઉમંગભેર મતદાન કર્યું હતું.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સવારના 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોવાથી શહેરીજનો મતદાન બૂથ પર લાઈન લગાવીને ઉભેલા જોવા મળી રહ્યા છે.

આજે રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે. અમદાવાદ,વડોદરા,સુરત,રાજકોટ, જામનગર અને ભાવનગરમાં તમામ મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી મતદારો મતદાન કરવા લાગી લગાવીને જોવા મળ્યા હતા. સાથે તમામ મતદાન કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

(2:02 pm IST)