Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

વડોદરામાં ભાજપના સાંસદની મનમાની ચાલી નહિ

ભાજપનો ખેસ પહેરીને મતદાન મથકમાં પહોંચતા ચુંટણી અધિકારીઓએ બહાર કાઢ્યા

વડોદરા: વડોદરા સહિત રાજ્યની 6 મહાનગરપાલિકા માટે મતદાન થઇ રહ્યુ છે. વડોદરામાં ભાજપના સાંસદ રંજન ભટ્ટ મતદાન મથકમાં ઘુસી આવતા ચૂંટણી અધિકારીએ બહાર કાઢ્યા હતા. સાંસદે ભાજપનો ખેસ પહેર્યો હતો અને કમળછાપ સિક્કો પણ હતો. મતદાન કરવા પહોચેલા સાંસદ પાસે ચૂંટણી આયોગે આપેલુ ઓળખ પત્ર પણ નહોતું. જોકે, તે બાદ ઓળખ પત્ર લઇને સાંસદ રંજન ભટ્ટે સહ પરિવાર મતદાન કર્યુ હતું. મતદાન બાદ વડોદરા સાંસદે કહ્યુ કે, અવશ્ય મતદાન કરી, લોકશાહીનો પર્વ મનાવીએ.

વડોદરામાં ચૂંટણી એજન્ટે પણ આચારસંહિતાનો ભંગ કર્યો હતો. વડોદરાના વોર્ડ નંબર 12ના મતદાન મથકમાં ચૂંટણી એજન્ટ બુથમાં કમળના નિશાનવાળુ માસ્ક પહેરીને આવ્યા હતા.

(1:28 pm IST)