Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાંજે રાજકોટ પહોંચી મતદાન કરશે

રાજકોટઃ રાજકોટ શહેરના પનોતા પુત્ર રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હાલમાં અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં કોરોનાની સારવાર હેઠળ છે. તેઓને મતદાન કરવાની તબીબોએ છુટ આપતા આજે બપોરે ૩ વાગે અમદાવાદથી મુખ્યમંત્રીશ્રી  એર એમ્બ્યુલ્સ મારફત રાજકોટ લાવવામાં આવશે. અહીં પહોચ્યા બાદ સાંજે ૬ વાગ્યા સુધીમાં  મુખ્યમંત્રીશ્રી રૂપાણી તેઓના રહેણાક વિસ્તારમાં આવેલ અનિલ જ્ઞાન મંદિર ખાતેના બુથમાં પીપીઈ કીટ પહેરી મતદાન કરશે.

(1:14 pm IST)