Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

અમદાવાદના સાદિક જમાલ એન્કાઉન્ટર કેસમાં અધધધ ૮ વર્ષથી ચાર્જફ્રેમની પ્રક્રિયા પણ હાથ નથી ધરાઇ

સીબીઆઇ કોર્ટે ડેપ્‍યુટી સુપ્રિ. ઓફ પોલીસ તરૂણ બારોટ અને એક પોલીસ કર્મચારીને દોષ મુકત કર્યા

અમદાવાદ: વર્ષ 2003 સાદિક જમાલ ફેક એન્કાઉન્ટર કેસમાં નિવૃત  (ડેપ્યુટી સુપ્રિટેનડેન્ટ ઓફ પોલીસ) તરુણ બારોટ અને અન્ય એક પોલીસ કર્મચારી છત્રસિંહ ચુડાસમાને શનિવારે સ્પેશ્યલ CBI કોર્ટે દોષમુક્ત જાહેર કર્યા છે.

CBIએ તરુણ બારોટની ડિસ્ચાર્જ અરજી સામે કોર્ટમાં રજુઆત કરી હતી કે તરુણ બારોટ વિરુદ્ધ તેમની પાસે પૂરતા પુરાવવા છે. આ કેસમાં વર્ષ 2012થી ચાર્જફ્રેમની પ્રક્રિયા બાકી છે. CBIએ તરુણ બારોટના મુંબઈ જતી વખતે પેટ્રોલના બિલ સહિત સાક્ષીઓના નિવેદન રજૂ કર્યા હતા. આ કેસમાં સંડોવાયેલા કુલ 8 પોલીસ કર્મચારીઓ પૈકી એકનું મોત થયું છે, જ્યારે બે આરોપીઓને હાલમાં જ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

તરુણ બારોટ તરફે દાખલ કરાયેલી ડિસ્ચાર્જ અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે તેઓ નિર્દોષ છે અને કેસમાં ખોટી રીતે તેમને સામેલ કરવામાં આવ્યા છે. તરુણ બારોટ આ કેસમાં સંડોવાયેલા હોય તેવો કોઈ સીધો નિવેદન નથી. આ કેસમાં તેમની સામે તથ્ય માત્ર આટલો જ છે કે તેઓ 2 જાન્યુઆરી થી 4 જાન્યુઆરી 2003 દરમિયાન મુંબઈ ગયા હતા.

ગત 24મી નવેમ્બરના રોજ સ્પેશ્યલ CBI કોર્ટે સાદિક જમાલ એન્કાઉન્ટર કેસમાં સંડોવાયેલા બે પોલીસ કર્મચારી આર.એલ. મવાણી અને અજયપાલ યાદવને દોષમુક્ત જાહેર કર્યા હતા.

(11:26 am IST)