Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

ભાજપ દ્વારા બીજા તબક્કામાં યોજાનારી ચૂંટણીના પ્રચારનો પ્રારંભ : ઝંઝાવાતી પ્રચાર કાર્યક્રમ જાહેર

પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, તથા કેન્દ્રીય મંત્રીઓ પુરષોત્તમ રૂપાલા તથા મનસુખ માંડવિયા સભા ગજવશે

અમદાવાદ : તા.21મી ફ્રેબુઆરીના રોજ ગુજરાતની છ મહાનગરપાલિકા તથા જૂનાગઢ મહાનગરપાલિકાની બે બેઠકોની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીના પગલે મહાનગરપાલિકા વિસ્તારમાં નિયમ પ્રમાણે 48 કલાક પહેલાં પ્રચાર કાર્ય બંધ થઇ ગયું હતું. હવે ડોર ટુ ડોર, ખાટલાં પરિષદ અને ગ્રુપ બેઠકો દ્વારા ઉમેદવારોએ પ્રચાર ચાલુ રાખ્યો હતો. તેમાંય વળી આજે કતલની રાત હોવાથી મોડીરાત સુધી વ્યુહરચના ગોઠવવાની સાથોસાથ વધુમાં વધુ મતદાન થાય તે દિશામાં ઉમેદવારો દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવશે.

આ ચૂંટણી હજુ આવતીકાલે યોજાવાની છે. ત્યારે ભાજપ બીજા તબક્કામાં યોજાનારી જિલ્લા, તાલુકા પંચાયત તથા નગરપાલિકાની ચૂંટણીનો પ્રચારના કાર્યક્રમો જાહેર કરી દીધાં છે. જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, તથા કેન્દ્રીય મંત્રીઓ પુરષોત્તમ રૂપાલા તથા મનસુખ માંડવિયા સભા ગજવશે. તેમાંય કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલાએ આજે મોડાસાના લિંભોઇ ખાતે જાહેરસભા સંબોધીને ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી દીધો હતો.

બીજી તરફ આવતીકાલે તા.21મીને રવિવારના રોજ યોજાનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કેન્દ્રીય ગુહમંત્રી અમીતભાઈ  શાહ સહિતના મંત્રીઓ તથા ભાજપના પ્રાદેશિક નેતાઓ અમદાવાદમાં મતદાન કરવાના છે.

ભાજપ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ પ્રમાણે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ આવતીકાલે 21મીના રોજ વલસાડ, તાપી તેમ જ નર્મદા જિલ્લા ખાતે પેજ કમિટીના કાર્ડનું વિતરણ કરશે. તેની સાથેસાથે જાહેરસભાઓ પણ સંબોધવાના છે. તે જ રીતે કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા આવતીકાલે રવિવારે રાજકોટમાં એક તથા મોરબીમાં ત્રણ સ્થળોએ જાહેર સભાઓ સંબોધીને ચૂંટણીનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ કરશે.

આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આવતીકાલે તા.21મીના રોજ અમરેલીમાં ચાર સ્થળોએ જાહેર સભા ગજવશે. જેમાં રાજુલા તાલુકાના ત્રણ સ્થળો ઉપરાંત જાફરાબાદમાં એક સ્થળે જાહેરસભા યોજવામાં આવી છે.

અમીત શાહ  સવારે 10 કલાકે,નારણપુરા સબ ઝોનલ કચેરી, અંકુર ચાર રસ્તા પાસે, નારણપુરા કેન્દ્રીય ગુહમંત્રી
કૈશિક પટેલ  સવારે 8 કલાકે યુટોપિયા સ્કૂલ રૂમ નં.2, સોલા બ્રીજ પાસે, થલતેજ રાજય મંત્રી
પ્રદિપસીંહ જાડેજા સવારે 9 કલાકે માધવ વિદ્યાલય, રૂમ ન.7, માધવ પાર્ક, રતનપરા, વસ્ત્રાલ રાજય મંત્રી
સુરેન્દ્ર પટેલ ( કાકા ) સવારે 10 કલાકે, ચીમનભાઇ પટેલ ઇન્સ્ટીટયૂટ, પ્રહલાદનગર પ્રદેશ કોષાધ્યક્ષ
ડો. કિરીટ સોંલકી સવારે 7 કલાકે ગણનાથ વિદ્યાલય, રાધાસ્વામી રોડ, રાણીપ સાંસદ  
નરહરિ અમીન સાંસદ સવારે 9 કલાકે નારણપુરા મ્યુનિ. શાળા નં. 3 અને 4, વિજય કોલોની પાસે સાંસદ  
હસમુખ પટેલ  સવારે 9 કલાકે જીવીબા સ્કૂલ, ઘોડાસર સાંસદ  
યમલ વ્યાસ સવારે 10 કલાકે, સ્વસ્તિક ઇગ્લીંશ સ્કૂલ, ઇશ્વરભુવન, નવરંગપુરા પ્રદેશ પ્રવકતા
મહેશ કસવાલા પ્રદેશ મંત્રી સવારે 10 કલાકે, જય હિન્દ સ્કૂલ, જય હિન્દ ચાર રસ્તા, મણિનગર પ્રદેશ પ્રવકતા
જગદીશ પંચાલ શહેર પ્રમુખ સવારે 8-30 કલાકે, સરદાર વલ્લભભાઇ પટેલ વિદ્યા સંકુલ રૂમનં. 3, મારુતિ પ્લાઝા કોમ્પ્લેક્ષની સામે, કુષ્ણનગર 
(11:46 pm IST)