Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પ્રથમ વાર રાજપીપળા આવવાના હોવાથી ભાજપ દ્વારા સ્વાગતની તડામાર તૈયારી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રવિવારે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પ્રથમ વખત રાજપીપળા ખાતે આવનાર હોવાથી તેમના ભવ્ય સ્વાગત ની ભાજપ દ્વારા જોરદાર તૈયારીઓ કરવામાં આવી છે.રાજપીપળા ના દરેક વોર્ડમાંથી દરેક ઉમેદવારે 100 વ્યક્તિ આ રેલીમા લાવી સભા સ્થળે લઈ જવાની કામગીરી સોંપાઈ છે. તેમજ દરેક વોર્ડના મિત્રો ,કાર્યકરો ,નગરપાલિકા ઉમેદવારો એ તેમનું સ્વાગત કરવા માટેનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે જેમાં વોર્ડ નં.1.રાજરોક્ષી ચાર રસ્તા.વોર્ડ.2.તથા 3. હરસિદ્ધિ માતા પાસે.વોર્ડ 4.સફેદ ટાવર.વોર્ડ.5.લાલ ટાવર.વોર્ડ.6.સૂર્ય દરવાજા.વોર્ડ.7.દારાસા ની દુકાન પાસે.તેમનું સ્વાગત થશે.તેમનો આવવાનો સમય બપોરે 3.00 કલાકે,સભા સ્થળ પર પહોંચવનો સમય 4.00 કલાક નો હોવાનું પણ ભાજપ હોદેદારો દ્વારા જાણવા મળ્યું છે.

(10:54 pm IST)