Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

ટ્રમ્પને સાંસ્કૃતિક ઝાંખી કરાવશે પોરબંદર છાયાની મહેર રાસ મંડળી: મણીયારો રાસ અને ઢાલ તલવારનો રાસ રજૂ કરાશે

અમદાવાદ : અમેરિકાના પ્રેસિન્ડેટ ડોનાલ્ડ ટ્રમ્પના અમદાવાદ પ્રવાસ દરમિયાન સાસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. એરપોર્ટ પર સાંસ્કૃતિક કાર્યક્રમ કરીને પ્રધાનમંત્રી મોદી અને ટ્રમ્પને આવકારવામાં આવશે.

  પોરબંદર છાયાની મહેર રાસ મંડળીના ભાઈઓ દ્વારા મણીયારો રાસ અને બહેનો દ્વારા ઢાલ તલવારનો રાસ રજૂ કરાશે. કાર્યક્રમને લઈને મહેર રાસમંડળીના સભ્યો દ્વારા છેલ્લા ઘણા સમયથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ  મોદી અને ટ્રમ્પની સામે પરફોર્મન્સ કરવા માટે મંડળીના તમામ સભ્યો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

(11:39 pm IST)