Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

નર્મદા જિલ્લા વનવિભાગના રોજમદારો સાથે અન્યાયથી કર્મચારીઓમાં ભારે રોષ : ઉગ્ર આંદોલન કરવાની તૈયારી

રોજમદારોમાંથી કાયમી કર્યાને 10 વર્ષ થયા પણ હજુ સુધી તેમને મળવા પાત્ર હક્કો મળ્યા નથી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં વન વિભાગમાં કામ કરતા ચોકીદારોથી ડ્રાઈવર,ટાઈપિસ્ટ, ઓફિસ કામગીરી, કરતા કુશળ રોજમદારો 1990 પહેલાથી કામ કરે છે અને જેમની કેટલીય રજૂઆત બાદ રાજ્ય સરકારે 29 ઓક્ટોબર 2010 ના રાજ્યના તમામ રોજમદારો સાથે જિલ્લાના 300 જેટલા રોજમદારોને કાયમી કર્યા અને 15 સપ્ટેમ્બર 2014 ના ઠરાવ કરી કાયદેસર રીતે GR થી આ તમામ રોજમદારોનો વન વિભાગના કર્મચારીઓમાં સમાવેશ થયો. છતાં તેમના માટેનું મહેકમ હજુ બોલાતું નથી.

  વર્ષોથી નોકરી કરતા હોય જેમને જુના કર્મચારીઓ ગણી પેન્શન યોજના આપવી જોઈએ એના કરતા નવી પેન્સન સ્કીમ ગણી CPF ના ખાતા ખોલાવ્યા,વચ્ચે નિયમિત પગાર પણ ન થતા હતા ત્યારબાદ હડતાલો કરી ત્યારે પગાર થયો પણ હજૂ અમુક માંગણી તેમની સ્વીકારાતી નથી અને નર્મદા વન વિભાગની મુખ્ય કચેરી ની કામગીરી અને સ્થાનિક આધિકારીઓ સામે રોજમદારો ગંભીર આક્ષેપો લગાવી રહ્યા છે માટે આગામી દિવસોમાં એક જુથ થઇ આંદોલન કરવાની તૈયારીઓમાં હોવાનું જણાઈ રહ્યું છે.

  વન વિભાગની 9 રેન્જોમાં વિવિધ ટેબલ પર કામ કરાતા કર્મચારીઓ ની માગ છે કે 2010 થી 2017 સુધીના ઇજાફા તફાવત ના 25 % રકમ આપી પણ 75 %રકમ આજદિન સુધી મળી નથી, 2018 થી 2019 ના ઈજાફા તથા મોંઘવારી તફાવત ની રકમનો ચુકાદો કર્મચારીઓ તરફેણ માં આવવા છતાં આજ દીન સુધી છોડવામાં આવ્યો નથી.,વન વિભાગ ગાંધીનગર દ્વારા અને સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ દ્રાઇવર,ટાઈપિસ્ટ,ઓફિસ કામગીરી,કરતા કુશળ રોજમદારોને 5200-20,200 નો ગ્રેડ આપવાનું જણાવવામાં આવ્યું છતાં નર્મદા વન વિભાગ દ્વારા રોજમદારોની કોઈ કામગીરી કરવામાં આવતી નથી.
  સરકાર દ્વારા દર વર્ષે ચુકાદા બાબતે રોજમદારોના ખર્ચ માટે બજેટ આપવામાં આવે છે પણ કચેરી વાળા બીજા કામોમાં ખર્ચ કરી દે છે. આમ સૌથી વધુ કામ કરતા હોવા છતાં અમારા અધિકારીઓ જ અમારી સાથે અન્યાય કરે છે તેમ કહી સ્થાનિક અધિકારીઓ સામે રોષ ઠાલવ્યો હતો.

(7:57 pm IST)