Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

આણંદ તાલલુકાના વલાસણ નજીક 80 હજારના ચેક રિટર્નના કેસમાં અદાલતે એક શખ્સને 6 માસની કેદની સજાની સુનવણી કરી

આણંદ:તાલુકાના વલાસણ ગામે રહેતા એક શખ્સને ૮૦ હજારના ચેક રીટર્ન કેસમાં આણંદની અદાલતે તકશીરવાર ઠેરવીને છ માસની સજાનો હુકમ કર્યો હતો.

મળતી વિગતો અનુસાર આણંદમાં ભારત ફાયનાન્સથી ધંધો કરતાં ફરિયાદી અસલમભાઈ મેમણને વલાસણ ગામે રહેતા ઘનશ્યામભાઈ પરસોત્તમભાઈ પટેલ અવાર-નવાર જતા હોય ઓળખાણ થઈ હતી. દરમ્યાન ઘનશ્યામભાઈને સામાજીક કામ માટે ૮૦ હજારની જરૂરત પડતાં તેઓએ અસલમભાઈ પાસેથી ઉછીના લીધા હતા. જે નાણાં સમયસર ના ચૂકવતાં અસલમભાઈએ ઉઘરાણી કરતાં ઘનશ્યામભાઈએ ૮૦ હજારનો ચેક આપ્યો હતો. જે ચેક ખાતામાં ભરતાં અપર્યાપ્ત બેલેન્સના કારણે પરત ફર્યો હતો.

(5:53 pm IST)