Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

વાસદ શહેર પોલીસે મધ્યરાત્રીના સુમારે નેશનલ હાઇવે પર મોગરની સીમમાં 5.28 લાખના વિદેશી દારૂના જથ્થાનું આઇશર ઝડપી ડ્રાઈવરની ધરપકડ કરી

વાસદ : શહેર પોલીસે ગઈકાલે મધ્યરાત્રીના સુમારે નેશનલ હાઈવે નંબર આઠ ઉપર આવેલા મોગર પાસેથી ૫.૨૮ લાખનો વિદેશી દારૂ ભરેલા એક આયશર કન્ટેનરને ઝડપી પાડીને કુલ ૧૭૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ગઈકાલે રાત્રીના સુમારે વાસદ પોલીસને હકીકત મળી હતી કે, એક હરિયાણા પાસીંગનું આઈશર કન્ટેનર દેણાપુરા સીંગલ પટ્ટી રોડ પર શંકાસ્પદ હાલતમાં ફરી રહ્યું છે. જેથી પોલીસે તપાસ કરતાં આ કન્ટેનર હાઈવે પર આણંદ તરફ જતું હતુ, પોલીસે પીછો પકડીને કાઠિયાવાડી હોટલ આગળ કન્ટેનરને ઊભુ કરાવી દીધું હતુ અને પાછળનો દરવાજો ખોલીને તપાસ કરતાં અંદર લોખંડનો સામાન ભરેલો હતો તેની આડમાં પ્લાસ્ટિકની થેલીમાં દોરાથી સીવેલા કાર્ટુનો મળી આવ્યા હતા. જે ખોલીને જોતા વિદેશી દારૂની પેટીઓ જોવા મળી હતી. જેથી ડ્રાયવર પાસે વિદેશી દારૂની હેરાફેરી અંગેના લાયસન્સની માંગણી કરતાં તેની પાસે નહોતુ. તેનું નામઠામ પૂછતાં સુરેશ રામેશ્વર યાદવ (રે. ગોરધનપુરા ચોક, રાજસ્થાન)નો હોવાનું ખુલવા પામ્યું હતુ.

(5:53 pm IST)