Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

સુરતમાં શો-રૂમના બોગસ આઈડી કાર્ડથી ટીવી-ફ્રિજ ખરીદી લોનના હપ્તા ન ભરનાર ભેજાબાજને પોલીસે ઝડપી પાડ્યો

સુરત: શહેરમાં ઘોડદોડ રોડના ક્રોમા સેલ્સ નામના શો-રૃમમાંથી બજાજ ફાયનાન્સમાંથી ટીવી અને ફ્રીજ ખરીદી લોનના રૃા. 34,858 ના હપ્તા ભરપાઇ નહિ કરી વિશ્વાસઘાત કર્યા બાદ પુનઃ અન્ય ઇલેક્ટ્રોનીક્સ વસ્તુ ખરીદવા આવનાર ડીંડોલીના ભેજાબાજને ફાયનાન્સ કંપનીના કર્મચારીઓએ ઝડપી પાડી ઉમરા પોલીસને હવાલે કર્યો હતો.

બજાજ ફાયનાન્સ કંપનીના રીસ્ક મેનેજર મયુર નરેશ જરીવાલા (રહે. સાંઇ સમર્પણ સોસાયટીબમરોલી રોડ) એ વિશ્વનાથ કાશીનાથ સાવ (રહે. 103, આંગન રેસીડેન્સીડીંડોલી અને મૂળ જામાડોબાજિ. ધનબાદઝારખંડ) વિરૃધ્ધ ઉમરા પોલીસમાં ઠગાઇની ફરિયાદ નોંધાવી છે. ઘોડદોડ રોડ સ્થિત ક્રોમા સેલ્સ નામના ઇલેક્ટ્રોનીક્સ શો-રૃમમાંથી ભેજાબાજ વિશ્વનાથે તા. 16 ઓક્ટોબર 2019ના રોજ બજાજ ફાયનાન્સ કંપનીના લોન એક્ઝીક્યુટીવ સેબાજ પટેલનમન દુબે અને કરણ તમાકુવાલા સમક્ષ આધારકાર્ડ અને પાનકાર્ડ રજુ કરવાની સાથે પોતાનું નામ રામભુષણ શર્મા હોવાનું કહી સેમસંગ કંપનીનું ફ્રીજ કિંમત રૃા. 26,885 અને એલ.જી કંપનીનું એલઇડી ટીવી કિંમત રૃા. 26,750 નું  ખરીદયું હતું અને તેના ડાઉન પેમેન્ટ પેટે રૃા. 18,455 ચૂકવી બાકીના રૃા. 34,858 ની લોન પેટે ટી.વીના માસિક રૃા. 2163 અને ફ્રીજના રૃા. 2196 મળી બંન્નેના કુલ 8 હપ્તાના અડાજણ-હજીરા રોડ સ્થિત રિધ્ધી શોપર્સમાં આવેલી ફેડરલ બેંકનો ચેક આપ્યો હતો.

(5:47 pm IST)