Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

સુરતની સ્મીમેર હોસ્પિટલમાં મહિલાઓને નિર્વસ્ત્ર કરી તપાસ થતી હોવાનો ગંભીર આરોપ મુકાતા અધિકારીઓ દોડતા થયા

સુરત: શહેરમાં  મ્યુનિ.મા હંગામી કર્મચારી તરીકે જોડાયેલી મહિલાઓને કાયમી કરવા પહેલા કરવામા આવતા મેડિકલ ચેકઅપ નિર્વસ્ત્ર કરીને કરવામા આવ્યા હોવાના ગંભીર આક્ષેપ થઈ રહ્યાં છે. યુનિયન દ્વારા કરવામા આવેલા આ ગંભીર આક્ષેપના કારણે મ્યુનિ.ના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયાં છે. જો આ પ્રકારની ઘટના બની હોય તો તે ઘણી જ દુર્ભાગ્યપુર્ણ છે છતાં જે ફરિયાદ મળી છે તેની ગંભીરતાથી તપાસ કરવામા આવશે તેવી વાત અધિકારીઓ દ્વારા કરવામા આવી છે. 

સુરત મ્યુનિ. સંચાલિત સ્મીમેર હોસ્પીટલમા મ્યુનિ.ની હંગામી મહિલા કર્મચારીઓને કાયમી કરવા પહેલા તેમના મેડિકલ ટેસ્ટની કામગીર ચાલી રહી છે. મ્યુનિ.ના કર્મચારી મંડળ દ્વારા આ તપાસમા પાંચ સાત મહિલાઓને એક સાથે નિર્ળસ્ત્ર કરીને ઉભ રાખીને તપાસ થતી હોવા ઉપરાંત કુંવારી મહિલાઓને પ્રેગનન્સીના પ્રશ્નો પુછાતા હોવાનો ગંભીર આક્ષેપ કરવામા આવ્યા છે.

(5:45 pm IST)