Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

પાદરા નજીક સીમમાં કપાસના બિયારણના ગેરકાયદે જથ્થા બાબતે બે વેપારી વિરુદ્ધ ગુનો દાખલ

પાદરા: શહેરના ઠીકરીયામઠની સીમના ગોડાઉનમાંથી કપાસના બિયારણના ગેરકાયદે રખાયેલા ૫૩૫૦ પેકેટ રૃા.૧૦,૭૬,૦૦૦નો મુદામાલ પાદરા પોલીસે ઝડપી પાડયા બાદ જીનેટીકલી મોડીફાઇડ હાઇબ્રીડ કપાસનો જથ્થો ખેડૂતોને વેચાણ કરવા માટે સંગ્રહ કરનાર ગામના બે શખ્સો સામે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરાઇ છે. 

પાદરા-કરજણ રોડ પરના ઠીકરીયામઠની ગામની સીમના એક ખેતરના મકાનમાં રહેતા રાજેશભાઇ ઉર્ફે રામભાઇ માવજીભાઇ સરધારા ખેતરમાં રખાયેલા ગોડાઉનમાં કપાસનું બિયારણ સંતાડી પાદરાના ગણેશચોક બળીયાદેવ મંદિર પાસે રહેતા દક્ષેશ પ્રવીણચંદ્ર પેલ સાથે મળી ધંધો કરતા હોવાની બાતમીના આધારે પાદરા પોલીસે તપાસ હાથ ધરી કપાસના જથ્થા અંગે કોઇ બીલ કે જરૃરી કોઇ આધાર પુરાવા નહી મળતા બિયારણનો શંકાસ્પદ જથ્થો ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

(5:35 pm IST)