Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

ટ્રમ્‍પ વિશે ખોટો વીડિયો પોસ્‍ટ કરનાર પાટણ કોંગ્રેસ મીડિયા સેલ પાટણના પ્રમુખની ધરપકડ

અમદાવાદ: ક્રાઇમ બ્રાન્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પહેલા સોશિયલ મીડિયામાં ખોટો વીડિયો પોસ્ટ કરીને વાયરલ કરનારા એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી કોંગ્રેસ મીડિયા સેલ પાટણનો પ્રમુખ છે. મોટેરા સ્ટેડિયમનું લોકાર્પણ 24 ફેબ્રુઆરી થવાનું છે. જેમાં અમેરિકન ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી હાજર રહેવાના છે. ટ્રમ્પના આગમન પહેલા કોર્પોરેશનના અધિકારીઓ દુકાન અને મકાનોમાં બળજબરી પૂર્વક તોડફોડ કરી રહ્યા હોવાના ખોટા વિડિઓ ફેસબુક પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વિડિયો વિનોદ ઠાકોર નામના યુવકે પોસ્ટ કર્યો હોવાનું ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું હતું.

જો કે આ વીડિયો સાચી રીતે ઓરિસ્સાનું હોવાનું સામે આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં વાતાવરણ ડહોળવાનાં ઇરાદે આ પ્રકારનો વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હોવાનું પોલીસને  પ્રાથમિક તપાસમા સામે આવ્યું છે. આરોપી વિનોદ ઠાકોર પાટણમાં કોંગ્રેસ મીડિયા સેલનો પ્રમુખ છે. આરોપી કોંગ્રેસ પક્ષનો હોદેદ્દાર હોવાનું જણાતા પોલીસે આરોપી સામે આઇટીએક્ટ મુજબ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આરોપીની ધરપકડ કરી તેની સાથે કોંગેસે નેતા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, પોલીસ ખોટી રીતે કોંગ્રેસ કાર્યકરોને હેરાન કરી રહ્યા છે.  સોશિયલ મીડિયામાં ખોટી પોસ્ટ અને વિડિઓ મુકતા પહેલા આરોપીઓ સચેત રેહવાની જરૂર છે. ટ્રમ્પના આગમન પહેલા શહેરની ક્રાઇમ બ્રાંચ અને સાયબર ક્રાઇમ સોશીયલ મીડિયા પર બાજ નજર રાખી રહ્યી છે.

(4:37 pm IST)