Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

સુરતના સરથાણામાં ખોડલધામ ટ્રસ્‍ટ દ્વારા 1 માર્ચે નવચંડી મહાયજ્ઞઃ તમામના ઘરેથી એક મુઠી ઘઉં-એક ચમચી ઘી ઉઘરાવાશે

સુરત : સરથાણા ખાતે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નવચંડી મહાયજ્ઞનું 1 માર્ચે આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં રહેતા તમામ લેઉવા પટેલ સમાજનાં લોકો સુધી આ સંદેશ પહોંચાડવાવામાં આવશે. સમગ્ર ઉત્સવ પહેલા પાટીદારોનાં ઘરે ઘરે જઇને આમંત્રિત કરવામાં આવશે. ઉપરાંત તમામનાં ઘરેથી લઘુત્તમ એક મુઠી ઘઉ અને એક ચમચી ઘી લેવામાં આવશે. આ સામગ્રી માંથી જ માતાજીની જુવારવાની લાપસી તૈયાર કરવામાં આવશે. આ પ્રસાદી જ દરેક પાટીદાર પરીવારને પીરસવામાં આવશે. આ પ્રસાદી સાચા અર્થમાં દરેક ઘરેથી આવેલા ઘઉની લાપસી તૈયાર કરાશે.

ઉપરાંત આ લાપસી દ્વારા સંયુક્ત પરિવારની ભાવનાને પણ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવશે. ખોડલધામનાં નિર્માણ માટે એકવાર જગ્યા એટલે કે 5 હજાર રૂપિયાનું દાન સ્વિકારાશે. નાનામોટાનો કોઇ ભેદભાવ ન થાય તે માટે દરેક પરિવાર પાસેથી 5 હજાર રૂપિયા જ ઉઘરાવાશે ન ઓછા કે ન વધારે. આવા પરિવારોને યજ્ઞમાં પણ બેસાડવામાં આવશે. આ દાન આપનારા તમામ પરિવારોનું સન્માન પણ કરવામાં આવશે. ત્યાર બાદ તેમની પાસે સંકલ્પ લેવડાવવામાં આવશે કે તેઓ પોતાની નીચે બીજા પરિવારોને પણ જોડશે.

(4:36 pm IST)