Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

ધો. ૧૦-૧રની પરીક્ષામાં ગેરરીતિ કે ગેરશિસ્ત કરનાર પરીક્ષાર્થીનું એક વિષયનું પરિણામ રદ થઇ શકશે

શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષામાં ૩૩ પ્રકારની સજાની જોગવાઇની યાદી બનાવી

અમદાવાદ, તા. ર૧:  ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષા પ માર્ચથી શરૂ થઇ રહી છે, જેના માટે બોર્ડ માર્ગદર્શિકા જાહેર કરી દીધા મુજબ પરીક્ષા સ્થળે વિદ્યાર્થીનું ગેરશિસ્તભયું વર્તન, ઉત્ત્।રવહીમાં ચલણી નોટ મુકશે કે પછી એકબીજાને સંકેત દ્વારા ચોરી કરશે કે ઉત્ત્।રવહી હોલમાંથી બહાર ફેંકી દેશે આવા તમામ સંજોગોમાં વિધાથીનું પરિણામ તાત્કાલિક રદ કરી દેવાશે.

રાજયભરની શાળામાં બોર્ડ, પરીક્ષાને હવે ગણતરીના દિવસ બાકી છે ત્યારે બોર્ડ દ્વારા પરીક્ષાખંડમાં સૂચનાનો અમલ નહીં કરવાથી લઇ પરીક્ષાખંડમાં ગેરશિસ્તભર્યા વર્તન સહિતના ગુનાના જુદા જુદા ૩૩ પ્રકારમાં સજાની જોગવાઇ જાહેર કરાઇ છે, જેમાં વિદ્યાર્થનું એક વિષયનું પરિણામ રદ કરવાથી લઇ શિક્ષાત્મક કાર્યવાહી સુધીનાં પગલાં લેવાની ચેતવણી આપવામાં આવી છે.

ઘણાખરા કિસ્સામાં વિદ્યાર્થીઓ તેમની પરિસ્થિતિ અને અન્ય બાબતે ઉત્ત્।રવહીમાં ચલણી નોટ જોડી દેતા હોવાનું બોર્ડને જાણવા મળ્યું છે. અત્યાર સુધી આ મુદે (વેદ્યાર્થીઓને નાની-મોટી સજા કરી છોડી દેવાતા હતા, પરતુ આ વર્ષે ચલણી નોટ મૂકવા મુદે વિદ્યાર્થીનું પરિણામ રદ કરી દેવાશે.

આ પરિણામ માત્ર એક વિષયનું જ નહીં, પરતુ સમગ્ર પરિણામ રદ કરી દેવાશે. તેવી જ રીતે ઉત્ત્।રવહીમાં માર્ક વધારી આપવા માટે પરીક્ષકનો સંપર્ક સાધતાં કે લાંચ આપતાં વિદ્યાર્થી પકડાશે તો તેનું પણ સમગ્ર પરિણામ રદ થશે. પ્રશ્નપત્ર અથવા ઉત્ત્।રવહી બહાર ફેંકવા ઉપરાંત ઉત્ત્।રવહીની પુરવણી જો બહાર લઇ જવાશે તો પણ પરિણામ રદ થશે. આવી ગેરરીતિ બદલ પરીક્ષાખંડમાં જ ઉત્ત્।રવહીમાં શેરો મારીને પરિણામ રદ કરી દેવામાં આવશે. પરીક્ષાખંડમાં વિધાર્થીઓએ તેમને આપેલ સુચનાનો સંપૂર્ણ અમલ કરવો પડશે.

સામાન્ય રીતે વિદ્યાર્થીઓ વોશરૂમમાં જઇ ચોરી કરતા હોવાના અનેક કિસ્સા જોવા મળે છે, પરંતુ આ વર્ષે વિદ્યાર્થી વોશરૂમ જશે ત્યારે તેની પાછળ શાળાના મહિલા કે પુરુષ કર્મચારી સાથે જશે અને વિધાર્થીએ વોશરૂમમાં કેટલો સમય પસાર કર્યો તે સહિતની વોચ રાખશે.

(3:52 pm IST)