Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

ધોરણ-10ની હોલટિકિટની વિતરણ શરુ : વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે :5મી માર્ચે પરીક્ષા શરૂ

ssc ,gsebht ,in અથવા gsebht ,in અથવા gseb ,org પરથી ડાઉનલોડ થઇ શકશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર ધોરણ-10ની જાહેર પરીક્ષા 5મી માર્ચે શરુ થનાર છે પરીક્ષાર્થીઓના પ્રવેશપત્ર (હોલટિકિટ ) બોર્ડની વેબસાઈટ ssc ,gsebht ,in અથવા gsebht ,in અથવા gseb ,org  પરથી શાળા દ્વારા શાળાનો ઈન્ડેક્ષ નંબર અને શાળાનો નોંધાયેલ મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી દ્વારા લોગઇન કરી ડાઉનલોડ કરી શકાશે,

 હોલટિકિટની પ્રિન્ટ કાઢીને પરીક્ષાર્થી આવેદનપત્ર મુજબના વિષયો માધ્યમની ખરાઈ કરીને તેમાં પરીક્ષાર્થીનો ફોટો ચોંટાડી,પરીક્ષાર્થીની સહી ,વર્ગ શિક્ષિકાની સહી અને નિયત જગ્યાએ આચાર્યના સહી સિક્કા કરીને પરિકષાર્થીઓને આપવાની રહેશે

(9:51 pm IST)