Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

ફિક્સ પગાર કર્મીઓને ધારા ધોરણ મુજબ પગારની માંગ

ડિવીઝન કક્ષાએ એસટી કર્મચારીઓના સૂત્રોચ્ચાર : એકાએક હડતાળ પાડીને દબાણ લાવવા માટેના પ્રયાસો

અમદાવાદ,તા. ૨૧: એસટી કર્મચારીઓ આજે જુદી જુદી માંગણીઓને લઇને રાજ્યવ્યાપી હડતાળ ઉપર ઉતરી ગયા હતા જેના લીધે લોકો અટવાયા હતા. કર્મચારીઓની જુદી જુદી માંગણીઓ રહેલી છે. કર્મચારીઓની જે માંગ રહેલી છે તેમાં કેટલીક માંગ પૈકી મુખ્ય માંગ યુનિયને સાતમા પગારપંચનો અમલ કરવાની કરી છે. આ ઉપરાંત જે માંગ કરી છે તેમાં ફિક્સ પગાર કર્મચારીઓને ધારાધોરણ મુજબ પગાર, આશ્રિતોને નોકરી, વર્ગ-૩ અને ૪ના કર્મચારીની બદલી રદ કરવી. નિગમને ખોટ જાય તેવાં સંચાલન બંધ કરવાં, પાર્ટટાઇમ કર્મચારીના કામના કલાક વધારવા, ડ્રાઇવર-કમ-કંડકટર પાસેથી કોઇ એક જ કક્ષાની ફરજ લેવી તે સહિતની માંગણીઓનો નિકાલ લાવવા પુનરોચ્ચાર કર્યો હતો. અમદાવાદ સહિત રાજયના વિવિધ ડિવીઝન કક્ષાએ સેંકડો એસટી કર્મચારીઓએ એકત્ર થઇ પોતાની માંગણીઓ પરિપૂર્ણ કરવા બાબતે સૂત્રોચ્ચાર અને નારા લગાવ્યા હતા. કર્મચારીઓએ યુનિયનના એલાનને પૂરેપૂરું સમર્થન આપ્યું હતું અને હડતાળ જોરદાર રીતે સફળ અને જડબેસલાક બનાવી હતી.  હડતાળના લીધે સરકાર ઉપર દબાણ લાવાના પ્રયાસ કરાયા છે.

 

(8:10 pm IST)