Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

ધાનાણીએ દસ્તાવેજી પુરાવા આપ્યા બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વેબસાઈટ પર સ્ક્રેપ શબ્દ હટાવવા સૂચના !!

 

અમદાવાદ :વિપક્ષ નેતા પરેશ ધાનાણીને ભલે સસ્પેન્ડ કરાયા હોય. પરંતુ સ્ટેચ્યૂ ઓફ યુનિટિને લઇને પરેશ ધાનાણીએ રજૂ કરેલા દસ્તાવેજી પુરાવા બાદ તાકિદે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વેબસાઇટ પરથી સ્ક્રેપ શબ્દ દૂર કરવાની સૂચના આપી દીધી છે.

  અત્રે ઉલ્લેખનીઓય છેકે સરદાર પટેલની પ્રતિમાને લઇને વિપક્ષ નેતા પરેશ ધાનાણીને 1 દિવસ માટે સસ્પેન્ડ કરતાની સાથે થયેલા હોબાળા પછી ભાજપમાં બેઠકોનો દૌર શરૂ થયો હતો. જેમાં સીએમ ઓફિસમાં ડે.સીએમ નિતિન પટેલ તેમજ પ્રદિપસિંહ સહિતના ભાજપના દંડકે બંધ બારણે બેઠક યોજી હતી. બેઠકમાં સીએમે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વેબસાઇટ પર સ્ક્રેપ શબ્દને દૂર કરવાની સૂચના આપી છે.

(1:00 am IST)