Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

મોબાઇલ ફોનથી ગૃહમાં ફોટો-શુટીંગ કરવુ નહિ

ધારાસભ્યોને અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની કડક સૂચના

 ગાંધીનગર, તા. ર૧ : વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ગૃહની કાર્યવાહીના ફોટા પાડવાની અને વિડીયો શુટીંગ ઉતારવાની મનાઇ ફરમાવી છે. અમૂક ધારાસભ્યો મોબાઇલ ફોનથી ફોટા-શુટીંગ જેવી પ્રવૃતિ કરતા હોવાની ફરીયાદના પગલે તેમણે તમામ ધારાસભ્યોને આવી પ્રવૃતિ સામે કડક તાકીદ કરી છે. સૂચનાનો ભંગ કરનાર સામે કડક પગલાની ચીમકી ઉચ્ચારી છે.

(4:18 pm IST)