Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

ઓનલાઇન ઉચાપત કરતી ટોળકીના બે આરોપીને કાપોદ્રા પોલીસે દબોચી લીધા

ડાયમંડ ફેકટરીમાં મજૂરીકામ કરતા બે આરોપી ઝડપાયા :ઇલેક્ટ્રોનિક્ ડિવાઇસ એટેચ કરીને ઉચાપત કરતા હતા


સુરત :કાપોદ્રા પોલીસે એટીએમ કાર્ડનું ડુપ્લિકેશન કરી ઓનલાઈન રૂપિયાની ઉચાપત કરતી ટોળકીના બે આરોપીઓની ધરપકડ કરી છે. બન્ને આરોપી ડાયમંડ ફેકટરીમાં મજૂરી કામ કરતા હતા.હાલ પોલીસે બન્ને પાસેથી કેટલી ઉચાપત કરી અને કેવી રીતે કરી તે સહિતની તપાસ આદરી છે. ઈલેક્ટ્રોનિક ડીવાઇઝ એટેચ કરી કરતાં ઉચાપત થવા અંગે સુરતના વરાછા વિસ્તારમાં દેના બેન્કના મેનેજરે સરથાણા પોલીસ મથકમાં સાઇબર ક્રાઇમની ફરિયાદ નોંધાવી છે ફરિયાદ મુજબ કોઈ અજાણ્યા લોકો વરાછા અને સરથાણા વિસ્તારના એટીએમમાં છેડછાડ કરી એટીએમ મશીન સાથે જુદા પાસવર્ડનો ઉપયોગ કરીને નાણાકીય ઉચાપત કરે છે

 

(9:07 am IST)