Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

રાજપીપળા એસટી ડેપોના કંડક્ટરે મહિલા કંડકટર સાથે સગાઈ કર્યા બાદ શરીર સબંધ બાંધ્યા પછી લગ્નની ના પાડતા બળાત્કાર ફરિયાદ

બંનેની સગાઈ થઈ હતી પરંતું સગાઈ બાદ લગ્ન નહિ કરવાનું કહી રાજેશ પટેલિયાએ મહિલા કંડકટર સાથે મરજી વિરુદ્ધ શરીર સબંધ બાંધી મારી નાંખવાની ધમકી આપતા ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા એસટી ડેપો માં કંડકટર તરીકે  ફરજ બજાવતી મહિલા ના ત્યાંજ કંડકટર તરીકે ફરજ બજાવતા સાથી કંડક્ટર સાથે ૨૦૧૯ ના મે મહિનામાં જ્ઞાતિના રીત રીવાજ મુજબ સગાઇ થઇ હતી, સગાઇ બાદ ભોગ બનનાર મહિલા કંડકટર રાજપીપળા ડેપો પાસેના રજપુત ફળીયામા ભાડેથી મકાન રાખી રહેતા હોય તેની સાથે સગાઈ કરનાર કંડકટર રાજેશ પર્વતભાઇ પટેલીયા સથી કંડકટર મહિલા ના ઘરે અવાર-નવાર મળવા જઇ તેની સાથે રહેતી બહેનો ઘરે હાજર ન હોય તે વખતે તેણીને લગ્ન કરવાનું જણાવી અવાર-નવાર શરીર સંબંધ બાંધતો અને સગાઇ થયાના છ મહિના પછી રાજેશના પિતાજી પર્વતભાઇ દ્રારા ભોગ બનનાર સાથે રાજેશની સગાઇ તોડવાની વાત કરી લગ્નની ના પાડેલી ત્યારબાદ પણ રાજેશ ભોગ બનનારના રૂમ ઉપર જઇ "હુ મારા પિતાજીને સમજાવી લઇશ " અને " હું લગ્ન કરીશ તો તારી સાથે જ કરીશ" તેમ કહી શરીર સંબંધ બાંધ્યા બાદ શરીર સંબંધ બાંધવાની ના પાડતા રાજેશ દ્વારા ધમકી આપી મારઝુડ કરી અંતે તા ૧૪/૧૧/૨૦૨૦ ના રોજ રાત્રીના દશેક વાગે ભોગ બનનાર ઘરે એકલી હોય ત્યારે રાજેશે તેના ઘરે આવી " હુ તારી સાથે લગ્ન કરવાનો નથી" અને "હુ બીજી જગ્યાએ લગ્ન કરવાનો છુ" તેમ કહી આ મહિલાની મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધવાનો પ્રયત્ન કરતા મહિલા દ્રારા ના પાડી છુટવાનો પ્રયાસ કરતા રાજેશે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધતા મહિલા કંડક્ટરે રાજપીપળા પો.સ્ટે.માં રાજેશ પટેલિયા વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે બળાત્કાર નો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(12:38 am IST)
  • રાજસ્થાનના દોઢ ડઝન જિલ્લામાં બર્ડ ફ્લુનો પગપેસારો: રાજસ્થાનના ૧૭ જિલ્લામાં બર્ડ ફ્લુનો પગપેસારો: સત્તાવાર જાહેરાત: રાજસ્થાનમાં અત્યાર સુધીમાં ૧૮૧ પક્ષીઓ મૃત્યુ પામેલ મળી આવ્યા છે. access_time 12:16 am IST

  • દેશના બે રાજ્યો કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે: અન્યત્ર સતત ધીમો પડવા લાગ્યો છે : કેરળમાં છેલ્લા ૨૪ કલાકમાં લગભગ સાત હજાર નવા કેસો અને મહારાષ્ટ્રમાં સતત ત્રણ હજાર નવા કોરોના કેસો બહાર આવ્યા: ગુજરાતમાં કેસોની સંખ્યા લગાતાર ૫૦૦ નીચે ચાલી રહી છે: પુડુચેરીમાં ૩૧, આસામમાં ૩૨, હિમાચલમાં ૬૩, ગોઆમા ૮૭, કોલકત્તામાં ૮૯, જમ્મુ-કાશ્મીરમાં ૧૦૯ અને અમદાવાદમાં ૧૦૨ નવા કેસ નોંધાયા છે access_time 11:08 am IST

  • સત્તાના સૂત્રો સંભાળતાવેંત જો બાયડનનો સપાટો: ટ્રમ્પના ૧૫ નિર્ણયો ફેરવી નાખ્યા:માસ્ક-સોશ્યલ ડિસ્ટન્સ ફરજીયાત :who માં અમેરિકા ફરી જોડાઈ ગયું: પાકિસ્તાન સામે સખત વલણ ચાલુ રહેશે: મેક્સિકો વોલ માટે ઇમર્જન્સી ખતમ કરવામાં આવી અને અમેરિકામાં માસ્ક અને સોશ્યલ distance ફરજિયાત બનાવાયા. access_time 11:33 am IST