Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

ભારતીય જનતા પાર્ટી દ્વારા મેમદપુરા તાલુકા પંચાયત સીટમાં મીટીંગ યોજાઇ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતાં ભાજપ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં જનસંપર્ક શરૂ કરાયો

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :ભારતીય જનતા પાર્ટી દ્વારા સચાણા જિલ્લા પંચાયત બેઠક અંતર્ગત  મેમદપુરા તાલુકા પંચાયત સીટમાં મીટીંગ યોજાઇ હતી. જેમાં વિરમગામ તાલુકા ભાજપ મહામંત્રી દિપકભાઈ પટેલ,  પુર્વ કારોબારી ચેરમેન તાલુકા પંચાયત વિરમગામ પ્રમોદભાઈ પટેલ , જનકભાઈ પટેલ, મેમદપુરા તાલુકા સીટના મોટી સંખ્યામાં આગેવાનો, સરપંચો, કાર્યકર્તા અને હોદેદારોએ હાજરી આપી આવનારી સ્થાનિક સ્વરાજયની ચુંટણીની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ગ્રામજનોની હાજરીમા આગામી ચૂંટણીમાં ભાજપનો ઉમેદવાર કોઈપણ હોય પણ તેને જીતાડવાની અપીલ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં બેઠકો શરૂ કરવામાં આવી છે.

(6:21 pm IST)
  • રાજસ્થાનના દોઢ ડઝન જિલ્લામાં બર્ડ ફ્લુનો પગપેસારો: રાજસ્થાનના ૧૭ જિલ્લામાં બર્ડ ફ્લુનો પગપેસારો: સત્તાવાર જાહેરાત: રાજસ્થાનમાં અત્યાર સુધીમાં ૧૮૧ પક્ષીઓ મૃત્યુ પામેલ મળી આવ્યા છે. access_time 12:16 am IST

  • બિપિન રાવત રફાલ લડાકુ વિમાન ઉડાડશે : દેશના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવત નવા આવેલા રાફેલ ફાઈટર પ્લેન ઉડાડશે, તેમ જાણવા મળે છે. access_time 12:49 pm IST

  • નવા સંસદ ભવન નિર્માણની તૈયારી : નવી દિલ્હીઃ નવા સંસદના બીલ્ડીંગના નિર્માણના કારણે ગાંધીજીની પ્રતિમાને ગેટ નંબર ૩ થી ગેટ નંબર ૧ તરફ શીફટ કરવામાં આવી છે. access_time 1:07 pm IST