Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

સ્ટેચ્યુ ઓફ યુનિટી અંગેની માહિતી માટે ટોલ ફ્રી નંબર જાહેર : 1800-233-6600 પર મળશે સંપૂણ માહિતી

સવારે 8 થી સાંજે 6 સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી અંગેની કોઈ પણ માહિતી જાણી શકાશે

ભરત શાહ દ્વારા) રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવનારા પ્રવાસી ઓ માટે એક ખુશ ખબર કહી શકાય કે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીને લગતી કોઈ પણ પ્રકારની સહાયતા માટે 1800-233-6600 પર મળશે સંપૂણ માહિતી  મળી જશે એટલે આ ટોલફ્રી નંબર હાલ તો જાહેર કરવામાં આવ્યો છે. જેને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.

  પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા ના કેવડિયા ખાતે નિર્માણ પામેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અત્યાર સુધી 32 લખાથી થી વધુ પ્રવાસીઓ મુલાકાત લઇ ચુક્યા છે અને જેમને તકલીફ પડી નથી કેમકે સુવિધા તંત્ર દ્વારા ઉભી કરવામાં આવી પરંતુ છતાં કોઈ તકલીફ પડી હોય જે બાબત  તકેદારી રાખીને હવે કોઈપણ જાતની તકલીફ પ્રવાસી ઓને પડે કે પ્રવાસ દરમ્યાન કેવીરીતે ટિકિટ લેવી કેવી રીતે બસ મેળવવી સાથે ક્યાં ક્યાં ફરવું સહીત ની માહિતી હવે એક ટોલ ફ્રી નંબર પરથી મળી જશે
  સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ દ્વારા  તમામ કાળજી રાખી ને એક માહિતી વિભાગ ઉભો કરવામાં આવ્યો છે જેના માટે કેવડિયામાં ટોલ રૂમ  બનાવવા માં આવ્યો છે અને જેમાં ફોન કરી તમામ માહિતી હવે પ્રવાસીઓ મેળવી શકાશે

(8:19 pm IST)